અમદાવાદ : મુખ્ચપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આજે યોજાયેલી કેબિનેટની બેઠક (Jitu Vaghani Cabinet Meeting) યોજવામાં આવી હતી. જેમાં અધ્યાપક અલગ-અલગ મંડળના પડતર પ્રશ્નો પર ચર્ચાઓ કરી મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતાં. આ ઉપરાંત બેઠકમાં વિધાનસભાની ચૂંટણી લક્ષી આયોજન બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને સરકારી કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોને (Decisions Regarding Government Professors) લઈને છેલ્લા કેટલાક સમયથી સરકાર પાસે માંગણી લઈને વિરોધ કરી રહ્યા હતા. ત્યારે સરકાર તરફથી પ્રશ્નોના નિવારણ માટે આશ્વાસન આપવામાં આવ્યું હતું. જે બાદ હવે સરકાર તરફથી શિક્ષણપ્રધાન અધ્યાપકો સાથે બેઠક યોજી હતી. જેમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.
શિક્ષકોને લઈને મોટા સમાચાર : સરકાર દ્વારા કરવામાં આવી મહત્વની જાહેરાત, થશે મોટો ફાયદો...
શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ કેબિનેટ બેઠક પહેલાં (Jitu Vaghani Cabinet Meeting) મહત્ત્વની જાહેરાતો કરી છે. રાજ્યમાં CCCની પરીક્ષા, સીએએસ (CAS) અને અધ્યાપકોને પડતર પ્રશ્નો (Decisions Regarding Government Professors) અંગે શિક્ષણ પ્રધાન વાઘાણીએ મોટા નિર્ણયોની જાહેરાત કરી છે.
સાતમા પગાર પંચના લાભો -રાજ્ય સરકારના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કેબિનેટની મીટિંગ માં અધ્યાપકના અલગ અલગ મંડળોના પડતર પ્રશ્નો નિરાકરણ લાવવામાં આવ્યું છે. 01 જાન્યુઆરી, 2016 થી કોલેજ અધ્યાપકના સ્થગિત પ્રમોશ પુનઃ સ્થાપિત કરાશે. આ સાથે 01 ફેબ્રુઆરી, 2019ના ઠરાવની શરત 8 પણ દૂર કરવામાં આવી છે. તેમજ અધ્યાપકની સી.એસનો લાભ મળશે અને CCC પ્લસ, હિન્દી, ગુજરાતી, પરીક્ષા દૂર કરાઈ છે. મજ નિવૃત્ત શિક્ષકોને સાતમા પગાર પંચના લાભ (Benefits of 7th Pay Commission to Teachers) તાત્કાલિક અસરથી અપાશે. 01 જાન્યુઆરી, 2023 પછી પરીક્ષા પાસ કરવી પડશે. 01 ફેબ્રુઆરી 2019 પહેલા લાંબા ગાળાની સળંગ નોકરીની જે કાર્યવાહી કમિશ્નર કચેરી કરતી હતી તે જ રીતે કાર્યવાહી થશે. આ ઉપરાંત આચાર્યની જગ્યાઓ ખાલી છે તે પણ ભરાશે.
આ પણ વાંચો :Gujarat Cabinet Meeting: 15 દિવસમાં બજેટના નાણા રિલીઝ કરવા સૂચના, માલધારી સમાજ સાથે CM કરશે બેઠક
અધ્યાપકોએ હતી વિવિધ માંગ -રાજ્ય અધ્યાપક મંડળ, સરકારી કોલેજ અધ્યાપક મંડળ, સહિતના અલગ અલગ મંડળોએ પડતર (Faculty Questions) પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. જેના મહત્વના પ્રશ્નોનું 06 બેઠક બાદ નાણાં વિભાગે નિરાકરણ લાવ્યું છે. જીતુ વાઘાણીએ (Education Minister Jitu Vaghani)જણાવ્યું હતું કેછેલ્લાં ઘણાં સમયથી શિક્ષકો માંગ સંદર્ભે રજૂઆત કરતા હતા. જેમાં રોકાયેલા પ્રમોશન શરૂ કરવા, પેન્શનના લાભ આપવા રજૂઆત કરાઇ હતી. જે જૂની શરતો હતી તે યોગ્ય ન હતી તેવો સ્વીકાર સરકારે કર્યો છે.