ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત હાઇકોર્ટમાં 15 હજાર ખાનગી શાળાઓના 76 હજાર શિક્ષકોના હેડ માસ્ટરની પરીક્ષાના નિર્ણયને પડકારવામાં આવ્યો - Private school teachers

શૈક્ષણિક અભ્યાસની તાલીમ આપતા શિક્ષકોએ પોતાના અનુભવની ગણતરી કરાવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં જવુ પડ્યું છે, ત્યારે આગામી સમયમાં હેડમાસ્ટર ઍપ્ટિટ્યુટ ટેસ્ટ યોજાવવાનો છે, જેમાં લાયકાતમાં શિક્ષકોના અનુભવને પણ ફરજીયાત રાખવામાં આવ્યો છે, પણ ખાનગી શાળાના શિક્ષકોના અનુભવને માન્ય રાખવામાં આવ્યો નથી.

76 હજાર શિક્ષકોના હેડ માસ્ટરની પરીક્ષાના નિર્ણયને પડકારવામાં આવ્યો
76 હજાર શિક્ષકોના હેડ માસ્ટરની પરીક્ષાના નિર્ણયને પડકારવામાં આવ્યો

By

Published : Jul 27, 2021, 3:45 PM IST

  • ખાનગી શાળાના શિક્ષકોએ ગુજરાત હાઇકોર્ટમાં કરી પિટિશન
  • હેડ માસ્ટર એપ્ટિટ્યુડ ટેસ્ટમાં ખાનગી શાળાના શિક્ષકોના અનુભવને માન્યતા નહીં
  • બુધવાર સુધીમાં થઈ શકે છે સુનાવણી

અમદાવાદ: જીવનની કેળવણીની સાથે શૈક્ષણિક અભ્યાસની તાલીમ આપતા શિક્ષકોએ પોતાના અનુભવની ગણતરી કરાવવા માટે ગુજરાત હાઇકોર્ટના શરણે થવું પડ્યું છે. મહત્વનું છે કે, આગામી સમયમાં હેડમાસ્ટર એપ્ટિટ્યુટ ટેસ્ટ યોજાવવાનો છે, જેમાં લાયકાતમાં શિક્ષકોના અનુભવને પણ ફરજીયાત રાખવામાં આવ્યો છે, પણ ખાનગી શાળાના શિક્ષકોના અનુભવને માન્ય રાખવામાં આવ્યો નથી. જેને લઇ આજે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. નામદાર કોર્ટ આ માટે સુનાવણી કરી શકે છે.

આ પણ વાંચો- શિક્ષકો માટે રાહત : Teacher Eligibility Test ના પ્રમાણપત્રની માન્યતા આજીવન કરાઈ

હેડ માસ્ટર પોસ્ટ માટેની જાહેરાત હાલમાં બહાર પાડવામાં આવી છે

મહત્વની બાબત એ છે કે, હેડમાસ્ટર એપ્ટિટ્યુડ ટેસ્ટમાં સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાના હેડ માસ્ટર પોસ્ટ માટેની જાહેરાત હાલમાં બહાર પાડવામાં આવી છે. 31 જુલાઈ સુધી આ પોસ્ટ માટે અરજદારો ફોર્મ ભરી શકશે, પરંતુ ફોર્મ ભરતા સમયે ખાનગી શાળાના શિક્ષકો જ્યારે તેમના ખાનગી શાળામાં ભણાવેલા શિક્ષણ અનુભવ ફોર્મમાં દાખલ કરે છે, ત્યારે ફોર્મ સ્વીકારવામાં આવતું નથી.

આ પણ વાંચો-VNSGU માં કોલેજના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરાયો

ખાનગી શાળામાં અપાયેલા શિક્ષણનો અનુભવ માન્ય કેમ નથી

આ ફોર્મને લઇને અરજદારોની રજૂઆત છે કે, જો પ્રાઈમરી એજ્યુકેશનના હેડમાસ્ટરની ભરતી માટે ખાનગી શાળાના શિક્ષકોનો અનુભવ માન્ય હોય તો સેકન્ડરી અને હાયર સેકન્ડરીના હેડ માસ્ટરની ભરતી માટે ખાનગી શાળામાં અપાયેલા શિક્ષણનો અનુભવ માન્ય કેમ નથી? જો કે, આ મામલે આગામી બુધવારે સુનાવણી હાથ ધરાઈ શકે છે.

ABOUT THE AUTHOR

...view details