ગુજરાત

gujarat

ETV Bharat / city

ભારત-ઈગ્લેન્ડ ટી-20: કોરોનાની મહામારી વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સંપૂર્ણ ભરવા નિર્ણય - India and England match ticket price

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શુક્રવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ T-20  મેચ રમાશે. જે માટે નરેન્દ્ર મોદી સ્ટેડીયમ પૂરે પૂરું ભરવા નિર્ણય કરાયો છે. જોકે અત્યાર સુધીમાં 50 હજારથી પણ વધારે ટિકિટો વેચાઈ ચૂકી છે. એક તરફ કોરોનાનું પ્રમાણ અમદાવાદ શહેરમાં સતત વધી રહ્યું છે ત્યારે બીજી તરફ સ્ટેડિયમ ફુલ કરવાને લઈને લોકોને કોરોના સંક્રમણ વધે તેવી શક્યતા છે.

કોરોનાની મહામારી વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સંપૂર્ણ ભરવા નિર્ણય
કોરોનાની મહામારી વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સંપૂર્ણ ભરવા નિર્ણય

By

Published : Mar 10, 2021, 7:35 PM IST

  • કોરોનાની મહામારી વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સંપૂર્ણ ભરવા નિર્ણય
  • અત્યાર સુધીમાં 50 હજારથી વધારે ટિકિટ વહેંચાઈ
  • માત્ર રૂપિયા 2000ની જ ટિકિટ મળી રહી છે, 500 અને હજારની ટિકિટો વેચાઈ ગઈ હોવાનો દાવો

અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમની કેપેસીટી 1.32 લાખની છે. જેને ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેના પ્રથમ ટી-20 મેચમાં સંપૂર્ણ કેપેસિટી સાથે ભરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સ્ટેડિયમ ફુલ કરવાના નિર્ણયને લઈ કોરોનાની મહામારી વચ્ચે ખતરો સાબિત થઈ શકે છે. આ સ્ટેડિયમમાં સૌથી પહેલા ટેસ્ટ મેચ રમાડવામાં આવી હતી. જેમાં દર્શકો ઓછી સંખ્યામાં જોવા મળ્યા હતા. પરંતુ હવે T-20 મેચ યોજાનારી છે. જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થનારા છે. અત્યારે મેચની ટિકિટ માટે પણ લોકો પડાપડી કરી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં 50 હજારથી પણ વધારે મેચની ટિકિટ વહેચાઈ ચૂકી છે. સ્ટેડિયમ ખાતે મેચની ટિકિટ લેવા માટે મોટી સંખ્યામાં લોકોની લાઈન લાગી હતી. જેને લઇને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. કેટલાક લોકો પર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો.

T-20 મેચની ટિકિટ 2000 રૂપિયા વાળી જ મળી રહી છે

મળતી માહિતી મુજબ મોટેરા સ્ટેડિયમ ખાતે T-20 મેચની ટિકિટ 2000 રૂપિયા વાળી જ મળી રહી છે. 500 અને 1000 રૂપિયા વાળી ટીકીટ વહેંચાઈ ગઈ હોય તેઓ દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે રસિકો 2000ની ટિકિટ પણ લાઇનમાં ઊભા થઈને ખરીદી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મેચની ટિકિટમાં કાળા બજારી પણ અવારનવાર સામે આવે છે.

અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈને તંત્ર દ્વારા રેસ્ટોરન્ટમાં ઓછા લોકોને ભરવા સૂચના આપી દેવામાં આવી છે અને જો રેસ્ટોરન્ટના માલિકો સૂચનાનો ભંગ કરશે, તો તેમની સાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી મેચને લઇને સ્ટેડિયમ સંપૂર્ણ કેપીસીટિ સાથે ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, તે કેટલો યોગ્ય ગણી શકાય તે પણ ચર્ચાનો વિષય છે.

આ પણ વાંચોઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઈન્ડિયા ઈંગ્લેન્ડ ટી-20 સિરીઝ પૂર્વે મોટેરા થાળી ચેલેન્જ યોજાઈ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ

વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ અમદાવાદના મોટેરા ખાતે બનાવવામાં આવ્યુ છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે અમદાવાદની મુલાકાતે આવ્યાં હતા. ત્યારે પ્રથમવાર સ્ટેડિયમને ફૂલ ભરી દેવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બેઠક ક્ષમતા 1,10,000 લોકોની છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાનું મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમ આવે છે. જેની બેઠક ક્ષમતા 92,000 લોકોની છે.

આ પણ વાંચોઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની T-20 મેચનું બુકિંગ શરૂ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શુક્રવારે T-20 મેચ

આગામી શુક્રવારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે T-20 મેચ યોજાનારી છે. જેને લઇને નરેન્દ્ર મોદી સ્ટેડિયમને સંપૂર્ણ રીતે ભરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે કોરોના સંક્રમણમાં પણ ધીમે ધીમે વધારો થઇ રહ્યો છે જેથી હવે જોવું રહ્યું કે, મેચની મજા લોકોને કોરોના કેવી સજા આપે છે.

કોરોનાની મહામારી વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સંપૂર્ણ ભરવા નિર્ણય

ABOUT THE AUTHOR

...view details