ગુજરાત

gujarat

ETV Bharat / city

ભારતીય મજદૂર સંઘ ભાજપને મત નહીં આપે, RSS ભગિની સંસ્થા કેમ છે આકરા મિજાજમાં જૂઓ - ભાજપ સરકારને મત

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ સરકારને ભીંસમાં લેવા વિપક્ષો જ નહીં વિવિધ સંગઠનોએ પણ મોં ખોલ્યું છે. RSS ભગિની સંસ્થા ભારતીય મજૂદૂર સંઘની બેઠક શુક્રવારે અમદાવાદમાં બેઠક યોજાઇ હતી. જેમાં ભાજપને ભારે પડે એવો નિર્ણય લેવાયો હતો. Decision of Bharatiya Majdoor Sangh , Bharatiya Majdoor Sangh to vote against BJP , Gujarat Assembly Election 2022

ભારતીય મજદૂર સંઘ ભાજપને મત નહીં આપે, RSS ભગિની સંસ્થા કેમ છે આકરા મિજાજમાં જૂઓ
ભારતીય મજદૂર સંઘ ભાજપને મત નહીં આપે, RSS ભગિની સંસ્થા કેમ છે આકરા મિજાજમાં જૂઓ

By

Published : Sep 3, 2022, 3:36 PM IST

અમદાવાદભારતીય મજદૂર સંઘની બીએમએસની બેઠક અમદાવાદમાં મળી હતી. બેેઠકમાં આરએસએસની આ પાંખ આકરે પાણીએ જણાઈ હતી. બીએમએસ દ્વારા સરકાર સામે જે માગણીઓ અગાઉ મુકવામાં આવી હતી તે સ્વીકારવામાં ન આવતા આવનારી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં (Gujarat Assembly Election 2022 ) ભાજપ સરકારની સામે પડવામાં ( Decision of Bharatiya Majdoor Sangh ) આવશે. સાથે જ આગામી સમયમાં વિરોધ પ્રદર્શનો કરવામાં આવશે.

ભારતીય મજૂર સંઘ ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ અલગ અલગ સંગઠનો દ્વારા પોતાની માગો સરકાર સામે મુકવામા આવી રહી છે. સરકાર દ્વારા પણ વોટ બેન્ક જાળવી રાખવા માટે તેમને મનાવવામાં આવી રહ્યા છે. ત્યારે શુક્રવારે વધુ એક સંગઠને પોતાની માગો રજૂ કરી હતી. જો તેમની આ માગો સ્વીકારવામાં નહીં આવે તો આવનાર ચૂંટણીમાં સરકારની વિરોધમાં મત ( Bharatiya Majdoor Sangh to vote against BJP)આપવાની ચીમકી પણ આપવામાં આવી હતી.

આ પણ વાંચો BMS Protest In Gandhinagar: PM મોદીના આગમન પૂર્વે ગાંધીનગરમાં આંદોલનો શરૂ, ભારતીય મજદૂર સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું

કઇ હતી મુખ્ય માગોભારતીય મજદૂર સંઘમાં અસગઠિત ક્ષેત્રે આશા વર્કર બહેનો મધ્યાહન કર્મચારીના માનદ વેતન વધારવામાં આવે. કર્મચારીઓને કામ વધારે સોંપાયું છે પણ વેતન ઓછું આપવામાં આવે છે. જેથી તેમાં પણ સુધારો કરવામાં આવે. સાતમું પગાર પંચ લાગુ કરવામાં આવે. આ સહિત અનેક માગો સરકાર સામે મુકવામાં આવી છે.

આ પણ વાંચો Gujarat Assembly Election 2022: BJPએ 150 પલ્સ સીટના લક્ષ માટે સાધ્યો SC અને ST વર્ગ પર નિશાનો

9 માર્ચ શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતુંગુજરાત પ્રદેશ મજદૂર સંઘના અધ્યક્ષ સહદેવસિંહે ETV BHARAT સાથે ટેલિફોનિક વાત કરતા (Bharatiya Majdoor Sangh Chairman Sahdevsinh ) જણાવ્યુ હતુ કે અમદાવાદ ખાતે ગુજરાતના તમામ યુનિયન પ્રમુખ ગુજરાત અને રાજસ્થાનના યુનિયંનમાં સંકળાયેલા લોકો બેઠકમાં જોડાયા હતાં. અગાઉ 9 માર્ચના રોજ ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં એકઠા થઈને શક્તિ પ્રદર્શન યોજાયું હતું. જેમાં ગુજરાતના 156 જેટલા યુનિયનોની માગ સાથે સરકારને આવેદન આપવામાં આવ્યું હતું.

આગામી ચૂંટણીમાં સરકારનો વિરોધ કરવામાં આવશે ગુજરાત સરકાર અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ પ્રકારનો નિકાલ હજુ સુધી આવ્યો નથી. જેના કારણે તાકીદે આ બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં આગામી કાર્યક્રમ વિશે ચર્ચા કરવામાં આવી હતી. 5 થી 19 સપ્ટેમ્બર સુધી અલગ અલગ જગ્યા પર આશ્ચર્યજનક કાર્યક્રમ કરવામાં આવશે. જો મજદૂર સંઘની માગો સ્વીકારવામાં નહીં આવે તો આગામી ચૂંટણીમાં (Decision of Bharatiya Majdoor Sangh to vote against BJP ) સરકાર સામે ઊભા રહીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને તેમની વિરોધમાં મત આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details