ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં કોરોનાથી વધુ એક શિક્ષકનું મોત: કુલ 4 શિક્ષકોના મોત - Corona in gujarat

કોરોના વાઈરસે વધુ એક શિક્ષકનો ભોગ લીધો છે. અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં લક્ષ્મીપુરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા રિટાબેન પાવગઢીને કોરોના અંગેના સર્વેની કામગીરી સોંપાઈ હતી. જેમાં તેમને ચેપ લાગતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પરંતુ તેમનું મોત થયું હતું. તેમના મોતથી અમદાવાદ જિલ્લાના સમગ્ર શિક્ષક આલમમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

Death of one more teacher from Corona
કોરોનાથી વધુ એક શિક્ષકનું મોત

By

Published : May 24, 2020, 2:29 PM IST

અમદાવાદઃ કોરોના વાઈરસની કામગીરી અંગેની ફરજ બજાવતા મૃત્યુ પામનારા આ ચોથા શિક્ષક હતા. રીટાબેન પાવાગઢીના મોતથી શિક્ષકોમાં પણ રોષ વ્યાપ્યો છે. કારણકે, તેમને અગાઉ સરકાર સમક્ષ નીચે મુજબની કેટલીક રજૂઆતો કરી હોવા છતાં સરકાર તરફથી કોઇ પગલાં ભરવામાં આવ્યા નથી.

કોરોનાથી વધુ એક શિક્ષકનું મોત
1. કોરોના અંગેની ફરજમાં રોકાયેલ શિક્ષકોને માસ્ક, સેનિટાઈઝર અને PPE કીટ પુરી પાડવામાં આવે.2. શિક્ષકોને તેમના રહેણાંકના નજીકના વિસ્તારમાં કામગીરી સોંપાય.3. બફર ઝોન/કન્ટેનમેન્ટ ઝોનના વિસ્તરમાં ફરજમાંથી બાકાત રાખવામાં આવે.4. કોરોનાની કામગીરી કરતા શિક્ષકોને પોલીસ યોગ્ય સાથ આપે.5. શિક્ષકોને ઘરે ઘરે સર્વે કરવા ન મોકલતા એક સરકારી બિલ્ડીંગ ફાળવવામાં આવે.6. 45 વર્ષથી વધુ ઉંમરના શિક્ષકોને કોરોનાની કામગીરીમાંથી બાકાત રાખવામાં આવે.7. કોરોના વાઈરસના કારણે ફરજ પર મૃત્યુ પામનારા શિક્ષકના પરિવારને સરકાર દ્વારા 25 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે.કોઈપણ કુદરતી આપત્તિ આવી પડે ત્યારે સરકારી શાળાના શિક્ષકો અને ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને સરકાર વધારાની ફરજ પર મૂકતી હોય છે. શિક્ષકો પણ વગર કોઈ વિરોધે તે ફરજ નિભાવતા હોય છે. પરંતુ કોરોના વાઈરસની આ મહામારીમાં કોઈપણ વ્યક્તિ તેમાંથી બાકાત નથી. શિક્ષકોની માગ ફક્ત એટલી જ છે કે, તેમને કોરોનાથી બચવાના જરૂરી સાધન પૂરા પાડવામાં આવે. જોકે ઉપરી અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી હોવા છત્તા પણ તેમના તરફથી કોઈ જવાબ મળેલ નથી. બીજી તરફ શિક્ષકોને કોરોનાની ફરજ પર હાજર રહેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details