ગુજરાત

gujarat

ETV Bharat / city

ઘોર નફાખોરી! ગુજરાતમાં બે રૂપિયાના ડિસ્પોઝેબલ માસ્ક 10થી 15 સુધી વેચાઈ રહ્યા છે, કોનો લાભ છે?

અમદાવાદ સહિત રાજકોટ, વડોદરા અને સૂરતમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરાયું છે. ડિસ્પોઝેબલ માસ્ક હાલ બજારમાં રૂપિયા 10ના ભાવે મળી રહ્યાં છે. એ જ માસ્ક બે મહિના પહેલાં રૂપિયા 2માં મળતાં હતાં. આમાં કોણ નફાખોરી કરી રહ્યું છે, અને ગરજનો લાભ કોણ ઉઠાવી રહ્યું છે, તે પ્રશ્ન છે.

ઘોર નફાખોરી! ગુજરાતમાં બે રૂપિયાના ડિસ્પોઝેબલ માસ્ક 10થી 15 સુધી વેચાઈ રહ્યા છે, કોનો લાભ છે?
ઘોર નફાખોરી! ગુજરાતમાં બે રૂપિયાના ડિસ્પોઝેબલ માસ્ક 10થી 15 સુધી વેચાઈ રહ્યા છે, કોનો લાભ છે?

By

Published : Apr 15, 2020, 4:30 PM IST

અમદાવાદ- ગુજરાતમાં કોરોના પોઝિટિવના કેસોની સંખ્યા દિનપ્રતિદિન વધતી ગઈ, અને એકલા અમદાવાદમાં જ 50 ટકાથી વધુ કેસો નોંધાયા પછી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે માસ્ક ફરજિયાત કર્યો, અને માસ્ક નહીં પહેરનાર પાસેથી રૂપિયા પાંચ હજાર સુધીનો દંડ લેવાશે, તેવી સત્તાવાર જાહેરાત કરી હતી, ત્યાર પછી રાજકોટ, વડોદરા અને સુરતમાં પણ માસ્ક ફરજિયાત કરાયા છે. માસ્ક 10 રૂપિયાથી માંડીને 350 રૂપિયા સુધીના મળે છે. પણ ડિસ્પોઝેબલ માસ્ક જે એક દિવસ 8 કે 10 કલાક પહેરીને ફેંકી દેવાના હોય છે, આવા ડિસ્પોઝેબલ માસ્ક હાલ રૂપિયા 10થી 15માં મળે છે.

અગ્રણી કેમીસ્ટ કમલેશભાઈ શાહે ETVBharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બે મહિના પહેલા ડિસ્પોઝેબલ માસ્ક 2 રૂપિયામાં મળતાં હતાં. ચીનમાં કોરોનાનું સંક્રમણ વધ્યું અને તેનો ચેપ ભારતમાં ફેલાયો પછી એકાએક ડિસ્પોઝેબલ માસ્કનો ભાવ હોલસેલમાં રૂપિયા 8 થયો અને રીટેઈલમાં જીએસટી સાથે રૂપિયા 10 થયો. આવા માસ્ક પર કોઈ જ એમઆરપી હોતી નથી. બે મહિનામાં કોણે નફાખોરી અને ગરજનો લાભ કોણ ઉઠાવી રહ્યું છે, તેની તપાસ થવી જોઈએ. વૈશ્વિક મહામારીમાં માનવોની સેવા કરવી જોઈએ ત્યારે કેટલાક નફાખોરોએ બે રૂપિયાના માસ્કના રૂપિયા 10 કરી નાંખ્યાં.

ગુજરાત સરકારે હસ્તક્ષેપ કરીને ગરીબોને માસ્ક રૂપિયા બેમાં મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ, અથવા તો ગાઈડલાઈન્સ જાહેર કરવી જોઈએ. કોઈએ માસ્કના ભાવમાં વધારો લેવો જોઈએ નહી, તેવો આદેશ બહાર પાડવો જોઈએ.

ABOUT THE AUTHOR

...view details