- અમદાવાદમાં શબવાહિનીની ચોરી કરનાર 17 કલાકની મહેનત બાદ ઝડપાયો
- માનસી સર્કલ નજીક થી પોલીસે પકડી પાડયો
- કોરોના રિપોર્ટ બાદ પોલીસ આગળની કાર્યવાહી કરશે
અમદાવાદમાં શબવાહિનીની ચોરી કરનાર ચોર ઝડપાયો
અમદાવાદ : શહેરના નવા બનેલા પાર્ટ સ્ટેશનમાંથી એક યુવકે 30 લાખથી વધુની કિંમતની સમયની ચોરી કરી હતી. જોકે સવારે સફાઈના ડ્રાઈવરને ગાડી ન દેખાતા તેમણે ફરિયાદ નોંધાવી હતી. 17 કલાકની મહેનત બાદ અમદાવાદ પોલીસને માનસી સર્કલ નજીકના પેટ્રોલ પંપ પાસેથી શાબવાહીનીની ચોરી કરનાર યુવકને ઝડપી પાડ્યો હતો.
કોરોના રિપોર્ટ કર્યા બાદ વધુ કાર્યવાહી કરાશે
અમદાવાદ શહેરના આનંદ નગર પોલીસ સ્ટેશનના પી.આઇ એ.એસ. રોયે ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું કે, શહેરના કોર્પોરેટ રોડ પર આવેલ એક બિલ્ડીંગમાં યુવક નોકરી કરી રહ્યો છે અને 11:00 વાગ્યા બાદ તે નોકરીથી છૂટીને ઘરે પરત જઇ રહ્યો હતો. ત્યારે પાંચ થી છ લોકો તેને રોકીને માર મારી રહ્યા હોવાના કારણે તે છુપાઈ ગયો હતો.આનંદ નગર પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા માહિતી આપવામાં આવી કે, ચોરી કરનાર યુવક અલગ-અલગ ખોટા બહાના બતાવી રહ્યો હતો અને તમામ માહિતીઓ લીધા બાદ પોલીસ વિભાગ દ્વારા યુવકની ધરપકડ કરવામાં આવી હતી.કોરોના રિપોર્ટ કર્યા બાદ વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવશે.