ગુજરાત

gujarat

ETV Bharat / city

DCGIએ 1 વર્ષ પહેલા ચેતવ્યા છતાં સરકાર ન માની એટલે કોરોનાની આ સ્થિતિ સર્જાઈઃ કોંગ્રેસ - ઓક્સિજનની વ્યવસ્થા કરવા

રાજ્યમાં કોરોના વાઈરસની બીજી લહેર ઘાતક બની છે. તો બીજી તરફ કોરોનાના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા પણ વધી છે. આવા સમયમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ અને ઓક્સિજનની અછત અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા હતા.

DCGIએ 1 વર્ષ પહેલા ચેતવ્યા છતાં સરકાર ન માની એટલે કોરોનાની આ સ્થિતિ સર્જાઈઃ કોંગ્રેસ
DCGIએ 1 વર્ષ પહેલા ચેતવ્યા છતાં સરકાર ન માની એટલે કોરોનાની આ સ્થિતિ સર્જાઈઃ કોંગ્રેસ

By

Published : Apr 28, 2021, 3:07 PM IST

  • રાજ્યમાં સર્જાયેલી કોરોનાની પરિસ્થિતિ અંગે કોંગ્રેસના સરકાર પર પ્રહાર
  • DCGIના ડ્રગ કન્ટ્રોલ ડો. વી. જી. સોમણીએ રાજ્ય સરકારના ચેતવ્યા હતા
  • DCGIએ દરેક રાજ્યોને વર્ષ 2020માં ઓક્સિજનની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ઓક્સિજનની અછત પણ સર્જાઈ રહી છે. આ અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલાં જ DCGIના ડ્રગ કન્ટ્રોલર ડો. વી.જી. સોમણીએ રાજ્ય સરકારને પત્ર લખ્યો હતો, જેમાં તેમણે દરેક રાજ્યોને ઈન્ડસ્ટ્રિયલ ઓક્સિજનની જેમ જ દર્દી માટે ઓક્સિજનની વ્યવસ્થા કરવા કહ્યું હતું. રાજ્ય સરકારને કોરોનાને ધ્યાનમાં રાખી ઓક્સિજન પ્લાન્ટ માટે નવા લાઈસન્સને તાત્કાલિક મંજૂરી આપવા માટે પણ જણાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃઅમરેલી જિલ્લા કોંગ્રેસ અને પરિવર્તન ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે પ્રાણવાયુ સેવા યજ્ઞનો પરેશ ધાનાણીએ કરાવ્યો પ્રારંભ

સરકારે DCGIની ચેતવણીને અવગણી એટલે લોકોએ જીવ ગુમાવવોનો વારો આવ્યોઃ કોંગ્રેસ

DCGIએ સરકારની ચેતવણી આપી હતી કે, જો આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અનેક લોકો પોતાના જીવ ગુમાવવાનો વારો આવશે. તેમ છતાં કોઇ કાર્યવાહી ન થતાં જેને પરિણામે અનેક લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે ત્યારે તેનો જવાબદાર હાલ કોણ તેવા અનેક પ્રશ્ન સરકાર સામે ઉપસ્થિત થઈ રહ્યા છે.

DCGIએ દરેક રાજ્યોને વર્ષ 2020માં ઓક્સિજનની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું

છેલ્લા 3 દિવસમાં 70થી વધુ લોકોના ઓક્સિજનના અભાવે મૃત્યુ

શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની વિકટ સ્થિતિ જોવા મળી રહી છે. આજે પણ રાજ્યમાં ઓક્સિજનના અભાવે લોકો મોતને ભેટી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 3 દિવસમાં 70થી વધુ લોકોના મોત ઓક્સિજનના અભાવે થયા છે. આટલું જ નહીં કોરોનાની સામેની જંગમાં અગત્યના મનાતા ટેસ્ટિંગ ટ્રેકિંગ અને ટ્રિટમેન્ટનો ગ્રામ્ય વિસ્તારમાં સદંતર અભાવ જોવા મળી રહ્યો છે, જેના પરિણામે લોકો મોટી સંખ્યામાં પોતાનો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે તેનું જવાબદાર કોણ રહેશે તે એક પ્રશ્ન સરકાર સામે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.

ભારતની પોલિસીના કારણે ઓક્સિજન નથી મળતા

વર્ષ 2020ની પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટીએ દેશની રાજ્ય સરકારને ઓક્સિજન અંગે તાકીદ કરતાં જણાવ્યું હતું કે, ઔદ્યોગિક એકમો સિવાય મેડિકલ ઓક્સિજનનો જથ્થો રાખવાનું કહેવામાં આવ્યું હતું. આ સાથે જ ભાજપ સરકારની પોલિસી પેરાલિસીસના કારણે આજે ઓક્સિજન નથી મળી રહ્યા.
આ પણ વાંચોઃધારાસભ્ય નૌશાદ સોલંકીનું ટ્વિટ, ઓક્સિજન પુરવઠો આપો નહી તો મૃતદેહો કલેક્ટર કચેરી ખાતે લાવીશું

108 એમ્બ્યુલન્સમાં 8થી 48 કલાકનું વેઈટિંગ

આજે શહેરોમાં 108 એમ્બ્યુલન્સમાં 8 કલાકથી લઈ 48 કલાક સુધીનું વેઇટિંગ ચાલે છે. કોરોના કાળમાં 900 બેડની હોસ્પિટલનું ઉદઘાટન તો કરવામાં આવ્યું હતું, પરંતુ હજી પણ તે હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવામાં નથી આવતા. હોસ્પિટલમાં દાખલ થવા આવતા દર્દીઓના એડમિટની પ્રક્રિયામાં સરળતા કરવાની જરૂરત છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં આવેલી સરકારી હોસ્પિટલોમાં એમ્બ્યુલન્સની લાંબી કતારો જોવા મળી રહી છે.

પોતાના મળતિયાઓને આપેલા કાળા બજારિયાઓના લાઈસન્સ પર પ્રતિબંધ મુકવો જોઈએઃ કોંગ્રેસ
ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનીષ દોશીએ માગ કરી છે કે, સરકાર જાહેરાતોમાં નાણાં ખર્ચવાના બદલે એમ્બ્યુલન્સ સેવા વધારવા પાછળ પૈસા ખર્ચે હોસ્પિટલના બેડ વધારવા પાછળ રૂપિયા રોકી પોતાના મળતિયાઓને જે કાળા બજારિયાના લાયસન્સ આપ્યા છે. તેના પર રોક લગાવવી જોઈએ. જો ભાજપ સરકાર આમ કરશે તો જ આવા કોરોનાના કપરા કાળમાં જનતાના જીવ બચશે. ગુજરાતમાં ઔદ્યોગિક કેસના એકમોના 10 જેટલા પ્લાન્ટ છતાં ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. રાજ્યમાં ઓક્સિજનના અભાવે લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. મનીષ દોશીએ જેને રાજ્ય સરકારની ગુનાહિત બેદરકારી ગણાવી છે.

ABOUT THE AUTHOR

...view details