ગુજરાત

gujarat

ETV Bharat / city

માતાનું અવસાન થતાં દીકરીએ આપી કાંધ - Funeral in Ahmedabad

અમદાવાદમાં દીકરીએ માતાને કાંધ આપીને નવો (Funeral in Ahmedabad) ચીલો ચાતર્યો છે. માતાની ઇચ્છા હતી કે તેઓનું અવસાન થાય ત્યારે તેમની દિકરી કાંધ આપે. ત્યારે શું છે આ વાત જૂઓ વિગતવાર. (daughter performed last rites in Ahmedabad)

માતાનું અવસાન થતાં દીકરીએ આપી કાંધ
માતાનું અવસાન થતાં દીકરીએ આપી કાંધ

By

Published : Oct 10, 2022, 4:16 PM IST

અમદાવાદસામાન્ય રીતે કોઈ વ્યક્તિનું અવસાન થાય ત્યારે પરિવારના પુરુષ સભ્ય (Funeral in Ahmedabad) કાંધ આપતા હોય છે. અથવા તો આસપાસના લોકો મળીને તેમની અંતિમ ક્રિયા માટે મદદરૂપ થતા હોય છે. પરંતુ અમદાવાદના CTM વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાનું અવસાન થતાં કોઈ પુરુષ નહીં, પરંતુ ઘરની તેમની જ દીકરી કાંધ આપી હતી. દીકરીના માતાની અંતિમ ઈચ્છા મુજબ વિધિવત રીત રિવાજે પૂર્ણ કર્યા હતા. (Ahmedabad CTM daughter gave ear)

માતાનું અવસાન થતાં દીકરીએ આપી કાંધ

માતાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરતી દીકરી અમદાવાદના CTM વિસ્તારમાં સદગુરુ બંગ્લોઝમાં રહેતા 78 વર્ષના વૃદ્ધ મહિલાને હૃદયરૂમનો હુમલો આવતા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ગત મોડી સાંજે તેમનું અવસાન થતાં અલગ અલગ શહેરમાં પરણાવેલી તેમની દીકરીઓને અમદાવાદ બોલાવવામાં આવી હતી. તેમની વૃદ્ધ માતાની ઈચ્છા હતી કે તેમની ચારે દીકરીઓ તેમને કાંધ આપે અને અગ્નિદાહ પણ આપે. માતાની ઇચ્છા પૂર્ણ કરવા માટે ચારેય દીકરીઓએ કાંધ આપીને સ્મશાને જઈને અગ્નિદાહ પોતાના હાથે આપ્યો હતો. (Ahmedabad mother death)

અંતિમ ક્રિયા

એકપણ દીકરો નહીં મૂળ બોટાદના વતની દાવડા કંચનબેન બાબુભાઈને ચાર સંતાનો હતા. પણ ચારે ચાર દીકરીયો હતી. એક પણ દીકરો ન હતો. જેથી તેમની ઈચ્છા હતી કે, મારા મૃત્યુ બાદ મારો અગ્નિદાહ અને તેની અંતિમવિધિ પણ મારી દીકરીઓ જ કરે. જેથી તેમનું ગત સાંજે અવસાન થતાં તેમની દીકરીઓને અમદાવાદ બોલાવવામાં આવી હતી અને તેની અંતિમ ક્રિયામાં જોડાઈ હતી. (daughter performed last rites in Ahmedabad)

અમદાવાદમાં દીકરીએ કાંધ આપી

ABOUT THE AUTHOR

...view details