- રથયાત્રા પૂર્વે ભગવાનના સોનવેશના દર્શન
- મહંત દિલીપદાસજીના હસ્તે ગજ પૂજન
- ભક્તોની જામી ભીડ
અમદાવાદઃ ભગવાન જગન્નાથ(Lord Jagannath)ની 144મી રથયાત્રા (Rathyatra) પૂર્વે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથ(Lord Jagannath)ના સોનાવેશના દર્શન કરવામાં આવ્યા હતા. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સરસપુરથી પરત ફર્યા બાદ તેમણે નેત્ર પણ આવ્યા છે.
રથયાત્રાના એક દિવસ પૂર્વે જગન્નાથના સોનાવેશના દર્શન આ પણ વાંચોઃ jagannath rath yatra 2021 : રથયાત્રા પહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કરશે મંગળા આરતી
મનોહર સોનેરી મૂર્તિઓ
ભગવાનને સોનાના આભૂષણોથી શણગારવામાં આવ્યા હતા. ભગવાનના મનોહર દર્શન કરવા માટે મંદિરના ગર્ભગૃહમાં મોટાપાયે ભીડ જામી હતી. એટલે સુધી કે, મંદિર તંત્ર દ્વારા પણ લોકોની ભીડને સંભાળવી મુશ્કેલ બની હતી. પોલીસ દ્વારા પણ સતત દર્શનાર્થીઓને દર્શન કરીને આગળ જવા માટે અપીલ કરવામાં આવી રહી હતી.
રથયાત્રાના એક દિવસ પૂર્વે જગન્નાથના સોનાવેશના દર્શન આ પણ વાંચોઃ Jagannath Rath Yatra 2021: ભગવાન જગન્નાથની રથયાત્રાનો સંપૂર્ણ પ્લાન તૈયાર
દિલીપદાસજીએ ગજ પૂજન કર્યું
જગન્નાથના(Lord Jagannath) સોના દર્શન બાદ મહંત દિલીપદાસજી દ્વારા ગજરાજ પૂજન કરાયું હતું. હિન્દુ ધર્મમાં દરેક શુભ કાર્યની શરૂઆત ગણેશ દ્વારા કરવામાં આવે છે. હાથીને ગણેશનું સ્વરૂપ માનવામાં આવે છે.