અમદાવાદ- સમગ્ર મામલો જોઇએ તો દાનિશ કુરેશીએ (Danish Qureshi Case ) સોશિયલ મીડિયામાં શિવલિંગના મુદ્દે અભદ્ર ટીપ્પણી કરી હતી. ધાર્મિક મુદ્દાને ધ્યાનમાં લઈને સમાજમાં અરાજકતા સર્જાય તેવી ટીપ્પણી કરી હતી. જેને લઇને અમદાવાદ સાઇબર ક્રાઇમ દ્વારા તેની ((AIMIM spokesperson Danish Qureshi) ધરપકડ કરવામાં આવી હતી અને એક દિવસ માટે judicial custody માં મોકલવામાં આવ્યો હતો.
જો કે મેટ્રોપોલીટન કોર્ટે મામલાને ગંભીરતાથી નોંધ લીધી છે અને ટકોર કરી છે બચાવપક્ષની દલીલ -દાનીસ કુરેશીના (AIMIM spokesperson Danish Qureshi) જામીન માટે મેટ્રોપોલિટન કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી એમાં બચાવપક્ષના વકીલે દલીલ કરતાં જણાવ્યું હતું કે,આરોપીઍ પ્રથમ વખત આમ કર્યુ છે તેથી તેને માફ કરવામા આવે આરોપીને તેની ભૂલ સમજાઈ હોવાનો પણ બચાવ પક્ષના વકીલની રજૂઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Ahmedabad Police Honeytrap Case: પૂર્વ PI ગીતા પઠાણ સહિત કુલ 8 આરોપી નિર્દોષ જાહેર કર્યા, જાણો શું હતો સમગ્ર મામલો
સરકારી વકીલ દ્વારા દલીલ- સરકારી વકીલે દલીલમાં જણાવ્યું કે આગામી સમયમા ચૂંટણી આવી રહી છે અને માહોલ બગાડવાના ઇરાદાએ આ કૃત્ય કર્યુ હોય શકે છે.તેથી મામલાની ગંભીરતા જોઇ આરોપીને જામીન ન આપવા જોઈએ. હાલના સમયમા રાજસ્થાન અને અન્ય જગ્યાઍ પણ જોયુ કે કેવી રીતે કોમી હુલ્લડ થયા છે.આવા પ્રકારની બેદરકારી ગંભીર પરિણામો સર્જી શકે છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ભાવનગર, સાણંદ અને ઉમરાળામાં કરોડોના ખર્ચે તૈયાર થશે નવી કોર્ટ બિલ્ડિંગ
ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી હતી-મદદનીશ સરકારી વકીલ જયેશભાઈએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં શિવલિંગ અભદ્ર ટીપ્પણી કરતા સાઇબર ક્રાઇમ બ્રાન્ચે તેની અટકાયત કરી હતી. તે સંદર્ભે તેમની કોર્ટમાં કેસ દાખલ કરાતા કોર્ટે આજે કુરેશીના શરતી જામીન મંજૂર (Ahmedabad Metropolitan court granted conditional bail) કર્યા છે અને દર મહિનાની એકથી પાંચ તારીખે પોલીસ સ્ટેશનમાં જે તે તપાસ કરનાર અધિકારી સામે હાજર થવાનું રહેશે. જેથી આવા કોઈ ગુનામાં સંડોવાય નહીં એવું પણ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે.
કોર્ટે 25,000ના શરતી જામીન મંજૂર કર્યા- જમીનની શરતો જોઇએ તો કોર્ટે 25,000 રુપિયાના શરતી જામીન મંજૂર (Ahmedabad Metropolitan court granted conditional bail) કરતાં જણાવ્યું છે કે, પોતાનું એડ્રેસ મોબાઈલ નંબર બદલાવી શકશે નહીં. દર મહિનાની 1 થી 5 તારીખે પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું રહેશે. દાનિશ કુરેશીએ પોતાનો પાસપોર્ટ પણ કોર્ટને જમા કરાવવાનો રહેશે. જો કોઈ શરતોનો ભંગ કરશે તો આપોઆપ જામીન નામંજૂર ગણાશે. શરતોનો ભંગ કરવાથી આરોપીની અટકાયત કરી શકશે. જો કે મેટ્રોપોલીટન કોર્ટે મામલાને ગંભીરતાથી નોંધ લીધી છે અને ટકોર કરતા કહ્યું છે કે અત્યારની પરિસ્થિતિમાં આવા પ્રકારની પોસ્ટ માહોલ ખરાબ કરી શકે છે.