ગુજરાત

gujarat

ETV Bharat / city

Rain in Ahmedabad : વરસાદ બાદ ગંદકી સાફ કરવા તંત્ર સજ્જ - ગુજરાતમાં વરસાદી વાતાવરણ

અમદાવાદ થયેલા ભારે વરસાદના કારણે સમગ્ર શહેરમાં (Gujarat Rain Update) જાણે બોટમાં ફેરવાઈ જતા મુશ્કેલી મુકાયું હતું. પરંતુ પાણી 3 દિવસ બાદ ઉતરતા જ અમદાવાદ (Rain in Ahmedabad) કોર્પોરેશન દ્વારા ગંદકી સાફ સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે.

Rain in Ahmedabad : વરસાદ બાદ ગંદકી સાફ કરવા તંત્ર સજ્જ
Rain in Ahmedabad : વરસાદ બાદ ગંદકી સાફ કરવા તંત્ર સજ્જ

By

Published : Jul 12, 2022, 3:40 PM IST

અમદાવાદ: રાજ્યમાં પડેલા ભારે વરસાદથી ભારે તારાજી (Gujarat Rain Update) સર્જાઈ હતી. અમદાવાદ શહેરમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. જેના કારણે અનેક મકાનોમાં પાણી ઘુસી ગયા હતા. અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં ભારે વરસાદથી શ્રીનંદ નગર સોસાયટી તેમજ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતા મુશ્કેલી ઉભી થઇ હતી. પરંતુ, 3 દિવસ બાદ પાણી ઓસરતા જ કોર્પોરેશન દ્વારા રોગચાળો ન ફેલાય તે માટે સાફ (Rain in Ahmedabad) સફાઈ હાથ ધરવામાં આવી છે.

વરસાદ બાદ ગંદકી સાફ કરવા તંત્ર સજ્જ

આ પણ વાંચો-Rain in Ahmedabad : અમદાવાદની આ સોસાયટીમાં ભરાયા 3 ફુટ પાણી

પાણી ઉતરતા કોર્પોરેશન કામે લાગ્યું -અમદાવાદ શહેરમાં ભારે વરસાદ (AMC operation after rain) બાદ હવે ધીમે ધીમે પાણી ઓછા થયા છે. જે જગ્યા પર પાણી ઓછા થવા ત્યાં કોર્પોરેશન દ્વારા રોગચાળો ના ફેલાય તેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વહેલી સવારથી ટ્રેકટર દ્વારા સોસાયટી અને રોડ (Damage due to Rain in Ahmedabad) પરનો કાદવ કીચડ સાફ કરવાનીકામગીરી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો:Rain in Ahmedabad : શાહીબાગના રસ્તા પર કાર દોડી રહી હતી ને પડ્યો ભૂવો, પછી તો જે થઇ છે!

કાદવ સાફ કર્યા બાદ દવાનો છંટકાવ કરવામાં આવશે- શહેરમાં પાણી ઉતારવાની સાથે ગંદકી સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગંદકી થવાને કારણે મચ્છરજન્ય કેસમાં વધારો જોવા મળી શકે છે. જેના કારણે કોર્પોરેશન દ્વારા ગંદકી સાફ બાદ છંટકાવ કરવામાં આવશે. જેના કારણે રોગચાળો ફેલાવતા અટકાવી શકાય. ઉલ્લેખનીય છે કે, શહેરમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો (Moonsoon Gujarat 2022) કરવો પડ્યો હતો. તેને લઈને તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details