વિરમગામઃ દલિત અધિકાર મંચ અમદાવાદ જિલ્લાઓની સરકારી કચેરીઓમાં ડો. બાબાસાહેબ આંબેડકરની છબી લગાવવાનું અભિયાન ચલાવી રહ્યું છે, જેના ભાગરૂપે વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસરને બાબાસાહેબની છબી અર્પણ કરવામાં આવી હતી. આ સાથે પુષ્પગુચ્છથી ચીફ ઓફિસરનું સન્માન કરવામાં આવ્યું હતું.
દલિત અધિકાર મંચે વિરમગામના ચીફ ઓફિસરને બાબાસાહેબની છબી આપી - ચીફ ઓફિસરની મુલાકાત
દલિત અધિકાર મંચ અમદાવાદ જિલ્લાઓની સરકારી કચેરીઓમાં ડો. બાબાસાહેબ આંબેડકરની છબી લગાવવાનું અભિયાન ચલાવી રહ્યું છે, જેના ભાગરૂપે વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસરને બાબાસાહેબની છબી અર્પણ કરવામાં આવી હતી.
![દલિત અધિકાર મંચે વિરમગામના ચીફ ઓફિસરને બાબાસાહેબની છબી આપી દલિત અધિકાર મંચે વિરમગામના ચીફ ઓફિસરને બાબાસાહેબની છબી આપી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8949305-thumbnail-3x2-dalit-gj10036.jpg)
દલિત અધિકાર મંચે વિરમગામના ચીફ ઓફિસરને બાબાસાહેબની છબી આપી
દલિત અધિકાર મંચે વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસર અલ્પેશ પટેલની ઓફિસમાં મૂકવા માટે બાબાસાહેબની છબી આપી હતી. જિલ્લામાં સરકારી કચેરીઓમાં બાબાસાહેબની છબી લગાવવાના અભિયાનને ચીફ ઓફિસર દ્વારા બિરદાવવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન દલિત અધિકાર મંચના સભ્યો કિરીટ રાઠોડ, રાજેશ મકવાણા અને નવઘણ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં અન્ય વિવિધ સરકારી કચેરીઓમાં પણ બાબાસાહેબની છબીનું વિતરણ કરવામાં આવશે.