- કોઈપણ પ્રકારના વાઇરસને હરાવવા માટે હળદર સૌથી શ્રેષ્ઠ
- નિયમિત હળદરનો ઉપયોગ કરવાથી રોગપ્રતિકારક શક્તિનું પ્રમાણ વધે છે
- ઘનવટી, અશ્વગંધા, ગીલોઈનો રોજ ઉપયોગ કરવામાં આવે તો કોરોનાને મ્હાત આપી શકાય
અમદાવાદ: રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાયો છે, પરંતુ કોરોનાની બીજી લહેરમાં કોરોનાની સારવાર બાદ આડ અસર થવાના મોટાભાગના કેસો સામે આવી રહ્યા છે. કોરોનાના દર્દીઓને આપવામાં આવતી દવાથી આડઅસરો ઊભી થાય છે અને અન્ય રોગ નું પ્રમાણ વધી રહ્યું છે. જેને લઇને બ્લેક ફંગસનું પ્રમાણ વધી રહ્યું છે.
દર્દીઓને સ્થિતિ ક્રિટિકલ હોવાથી મોટાભાગના દર્દીઓને સ્ટીરોઈડ આપવામાં આવતા હતા
કોરોનાની બીજી લહેરમાં દર્દીઓને સ્થિતિ ક્રિટિકલ હોવાથી મોટાભાગના દર્દીઓને સ્ટીરોઈડ આપવામાં આવતા હતા. કોરોનાના દર્દીઓને જો સ્ટીરોઈડ આપવામાં આવે તો દર્દીનું સુગર લેવલ વધી જાય છે. દર્દીનું સુગર લેવલ વધી જતા ફંગસ પણ રિસ્ક વધી જાય છે. તેવામાં કોરોનામાંથી રિકવર થયા બાદ દર્દીને બ્લેક ફંગસ કે વ્હાઇટ ફંગસ થયું હોય તેવા કેસો સામે આવી રહ્યા છે.
આ પણ વાંચો:મહિસાગર જિલ્લામાં આયુર્વેદ ઉકાળા, સંશમની વટી, આર્સેનિક આલ્બમ-30નું વિતરણ કરવામાં આવ્યું
દર્દીઓનું જો ઓક્સિજન લેવલ ઓછું હોય તો ઓક્સિજન આપવો ફરજીયાત
ડો.રીતુ ભારદ્વાજ જણાવ્યું છે કે, કોરોના દર્દીઓનું જો ઓક્સિજન લેવલ ઓછું હોય તો ઓક્સિજન આપવો ફરજીયાત છે. કેટલીક સ્થિતિમાં દર્દીઓને હોમિયોપેથીક દવાઓ આપી જરૂરી બની જાય છે. કારણકે હોમિયોપેથીક દવાઓથી રિકવરી ઝડપથી આવે છે, પરંતુ આયુર્વેદિક પદ્ધતિ ખૂબ જ લાંબા ગાળે અસરકારક છે. કોરોનાની જો વાત કરવામાં આવે તો ઘનવટી, અશ્વગંધા, ગીલોઈ રોજ વાપરવામાં આવે તો કોરોનાથી બચી શકાય છે. કારણ કે, તેનાથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
આયુર્વેદમાં હળદર એ સૌથી મોટું કામ કરનારી છે
આયુર્વેદમાં હળદર એ સૌથી મોટું કામ કરનારી છે. હળદરનું રોજ ઉપયોગ જીવનમાં કરવામાં આવે તો તમામ પ્રકારના રોગોથી દૂર રહી શકાય છે. હળદર સૌથી વધારે અસરકારક માનવામાં આવે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. કોરોનાની વધારે અસર વાળા દર્દીઓને વ્રજ ફોકસ નામની દવા આપવામાં આવે છે જે વધારે અસરકારક છે જેનાથી રિકવરી રેટ પણ વધુ છે.
આ પણ વાંચો:સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા થતા ઉકાળા અને શક્તિવર્ધક ગોળીના વિતરણનું હજારો લોકોએ લીધો લાભ
આયુર્વેદિક ઉપચારથી આડઅસર વિના રોગ પ્રતિકારક શક્તિ વધારી શકાય
કોરોનાની ત્રીજી વેવની આશંકા કરવામાં આવી રહી છે. ત્યારે ત્રીજી વ્યક્તિ બચવા માટે પોતાનું શરીર સ્વસ્થ રાખવાની ખૂબ જ જરૂરી છે. ત્યારે આયુર્વેદિક ઉપચારથી આડઅસર વિના રોગ પ્રતિકારક શક્તિ વધારી શકાય છે તેથી મોટાભાગના લોકોએ પોતાના જીવનમાં રોજ આયુર્વેદિક પદ્ધતિઓનો ઉપયોગ કરી પોતાના શરીરને સ્વસ્થ રાખી શકાય છે.