અરબી સમુદ્ર પર સાયક્લોનિક સીસ્ટમ સક્રિય, ગુજરાતના દરિયાકાંઠે પવન ફૂંકાશે - સાયક્લોનિક સર્ક્યુલેશન સીસ્ટમ
ગુજરાતમાં કોરોના કેર વચ્ચે હવે વાવાઝોડું આવવાની શકયતાઓ સર્જાઈ છે. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સીસ્ટમ કાર્યરત થઈ છે. જે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો પર ત્રાટકે એવી શક્યતા છે.
અરબી સમુદ્ર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સીસ્ટમ સર્જાઈઃ ગુજરાતના દરિયાકાંઠે પવન ફૂંકાશે
અમદાવાદઃ અરબી સમુદ્ર પર સાયકલોનિક સર્ક્યુલેશન સીસ્ટમ સક્રિય થઈ છે, જે ગુજરાતથી દૂર છે, પણ તારીખ 28 મેથી માંડીને 1 જૂન સુધીમાં ગુજરાતના દરિયાકાંઠા પર તે ત્રાટકશે. જો કે, આ સર્ક્યુલેશન સીસ્ટમ ગુજરાતના દરિયાકાંઠે આવતા સુધીમાં નબળી પડી જશે.
તારીખ 28 મેથી માંડીને 1 જૂન સુધીમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આંધી વટોળ સાથે ધૂળની ડમરીઓ ઉડશે. હવામાન વિભાગની ધારણા મુજબ, જૂનના પ્રથમ સપ્તાહમાં આ વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતાઓ છે.