ગુજરાત

gujarat

ETV Bharat / city

ગેમ્બલરે પોતાના જ પગ પર મારી કુહાડી - અમદાવાદના બિઝનેસમેન સાથે છેતરપિંડી

અમદાવાદ સાઈબર ક્રાઈમમાં બિઝનેસમેન વિશાલ ગાલાએ (ahmedabad Businessman cyber crime complaint) પોતાની સાથે 27 કરોડ રૂપિયાની છેતરપિંડી થયાની ફરિયાદ (Fraud with Ahmedabad businessman) નોંધાવી હતી. જોકે, આ ફરિયાદી ઉપર જ શંકા જતાં પોલીસે ફરિયાદીની જ ધરપકડ કરી હતી

ગેમ્બલરે પોતાના જ પગ પર મારી કુહાડી
ગેમ્બલરે પોતાના જ પગ પર મારી કુહાડી

By

Published : Jul 29, 2022, 8:29 AM IST

અમદાવાદઃ બિઝનેસમેન વિશાળ મુળચંદભાઈ ગાલાએ પોતાની સાથે 27 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ સાઈબર ક્રાઈમમાં કરાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, તમિલનાડુના સરકારી ટેન્ડર આપવાની (Tamil Nadu Government Tender) લાલચ આપી તેમની સાથે આ છેતરપિંડી (Fraud with Ahmedabad businessman) થઈ છે. જોકે, આની તપાસ દરમિયાન ફરિયાદીએ આ ફરિયાદથી પોલીસને ગેરમાર્ગે દોરી હોવાની તેમ જ આ ફરિયાદમાં જણાવેલી રકમ તે ઓનલાઈન નોન-સ્કિલ ગેમિંગ રમાડતી INDIA24BET.COM વેબસાઈટ ઉપર હારી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

આરોપીએ પોલીસને દોરી ગેરમાર્ગે - પોલીસને ગેરમાર્ગે દોરતા અને ફરિયાદીએ ઓનલાઈન ગેમ્બલિંગ કરી (Cybercrime Gambling offence) પૈસા હારજીત કરેલા હોવાની હકીકત સામે આવી હતી. આના કારણે સાઈબર ક્રાઈમે અલગથી જ ગુનો દાખલ કરી ફરિયાદી વિશાલ ગાલાની જ ધરપકડ કરી હતી.

રો-મટિરિયલ્સમાં સસ્તા ભાવની લાલચની ફરિયાદ -શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં રહેતા ફરિયાદી વિશાલ મૂળચંદભાઈ ગાલાએ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ કરી હતી કે, અજાણ્યા ઈસમોએ તેમને તમિલનાડુ સરકારે બહાર પાડેલા બેગ ટેન્ડર (Tamil Nadu Government Tender) અપાવવાની લાલચ આપી હતી. સાથે જ આ કામનું રો મટિરિયલ્સ સસ્તા ભાવે અપાવવાની લાલચ આપી 27 કરોડ રૂપિયાની છેતરપિંડી (Fraud with Ahmedabad businessman) કરી છે.

અન્ય કંપનીમાં હતું રોકાણ - જ્યારે સાઈબર ક્રાઈમે મોબાઈલ નંબરના આધારે તપાસ કરી હતી. તો સાઈબર ક્રાઈમના પોલીસ ઈન્સ્પેકટર આર. એમ. સરોદેએ ફરિયાદીની ફરિયાદના આધારે ફરિયાદી સાથે વાતચીત કરવા સામાવાળાએ ઉપયોગ કરેલા મોબાઈલ નંબરની ડિટેલ્સ કઢાવી હતી. ત્યારબાદ આ નંબરનું લોકેશન કર્ણાટકનું બેંગ્લુરું મળ્યું હતું. આથી પોલીસે મોબાઈલ નંબરનો ઉપયોગ કરનારા બાબતે બેંગ્લુરું ખાતે જઈ તપાસ કરતાં કરનસિંઘ દાનસિંઘ રાવત મળી આવ્યો હતો, જે કરનસિંઘ રાવત FONEPAISA કંપનીનો પણ ડાયરેક્ટર હોવાની વિગત તપાસ દરમિયાન મળી આવી હતી.

આરોપી વિશાલ કંપનીમાં પૈસા રોકતો - વિશાલ ગાલા ફોનપૈસાના બેન્કમાં પૈસા જમા કરતા કંપનીના બેન્ક એકાઉન્ટમાંથી જ ફરિયાદીના ખાતામાં પૈસા જમા થતા હોય અને તેઓ જે પૈસા બીજા એકાઉન્ટમાં કરતા તેમાંથી આગળ FONEPAISAના બેન્ક એકાઉન્ટમાં જમા થતા હોવાની હકીકત મળી આવી હતી. તેને તેની પાસેથી મળી આવેલા ડિવાઈસ સાથે સાઈબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી, જે કરનસિંઘને અમદાવાદ લાવ્યામાં આવ્યો હતો.

વિશાલ ગેમ્બલિંગ કરતો - જ્યારે વિશાલ ગાલા પોતાની મરજીથી ગેમ્બલિંગ (Cybercrime Gambling offence) કર્યુ હતું. તેમાં અમદાવાદમાં કરનસિંઘની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, આ કામના ફરિયાદી સાથે તેને આવી કોઈ ટેન્ડર પ્રોસેસ (Tamil Nadu Government Tender) બાબતે વાતચીત થઈ નથી કે, તેમની પાસેથી ટેન્ડર અપાવવાનુ કહી કે રો-મટિરિયલ્સ આપવાનું કહી ફરિયાદી વિશાલ ગાલા પાસેથી પૈસા ભરાવ્યા નથી. પરંતુ વિશાલ ગાલાએ પોતાની મરજીથી INDIA24BET.COM નામની નોન સ્કીલ ગેમિંગથી પૈસા હારજીત કરવા માટે પોતાના પર્સનલ બેન્ક એકાઉન્ટમાંથી તેમ જ તેમની કંપનીના ગાલા ગ્લોબલ પ્રોડક્ટ લિમિટેડના બેન્ક એકાઉન્ટમાંથી FONEPAISAના નોડલ બેન્ક એકાઉન્ટમાં ડાયરેક્ટ કે પછી બીજા બેન્ક એકાઉન્ટ મારફતે પૈસા ભરેલા છે અને ગેમ્બલિંગ કરેલું છે.

ઓનલાઇન ગેમ્બલિંગમાં હારજીતનો સટ્ટો લગાવ્યો -ફરિયાદમાં જણાવ્યા મુજબની રકમ કોઈ ટેન્ડર પ્રોસેસ (Tamil Nadu Government Tender) માટે નહીં, પરંતુ ઓનલાઇન ગેમ્બલિંગમાં પૈસા હારજીત કરવા ઉપયોગ કર્યો હતો. તેમ જ આ વિશાલ ગાલાએ તપાસ માટે અરજી આપ્યા બાદ પણ પોતે INDIA24BET.COM કંપનીમા લાખો કરોડોની ગેમ્બલિંગ (Cybercrime Gambling offence) કરતા હોવાની હકીકત તેમના બેન્ક ટ્રાન્જેક્શન ઉપરથી મળી આવી હતી. આથી સાઈબર ક્રાઈમે ગેમ્બલિંગનો ગુનો (Cybercrime Gambling offence) દાખલ કરી આરોપી વિશાલ ગાલાની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી ગુનો કરવા ઉપયોગમાં લીધેલા 2 મોબાઇલ ફોન મળી આવતા ગુનાના કામે કબ્જે કરવામાં આવેલા છે.

ABOUT THE AUTHOR

...view details