અમદાવાદઃ અત્યારે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કરે છે અને સાયબર ક્રાઈમના બનાવો પણ વધતા જાય છે ત્યારે વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ વિષય પણ ભણાવવો જરૂરી બન્યો છે (Cyber crime prevention).આથી હવે દર બુધવારે સાયબર એક્સપર્ટ દ્વારા આ વિષય વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે. આ અંગે ગૃહ વિભાગે એક પરિપત્ર જાહેર કર્યો હતો જે બાદ અમદાવાદ DEO દ્વારા તૈયારી (cyber crime education) કરવામાં આવી છે અને તમામ સ્કૂલ અંગે સાયબર ક્રાઈમને વિગત આપવામાં આવશે જે બાદ સાયબર ક્રાઈમ (Cyber Security Course) દ્વારા ભણાવવામાં આવશે.
તૈયારી શરૂ કરી
જ્યારે અમદાવાદ શહેર DEO હિતેન્દ્રસિંહ પઢેરીયાએ (Ahmedabad City DEO Hitendrasinh Padheria) જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગ દ્વારા સાયબર ક્રાઈમ વિષય ભણાવવાની(cyber crime education) જાણ કરવામાં આવી તે બાદ અમે તૈયારી શરૂ કરી છે. ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને દર બુધવારે સાયબર ક્રાઈમ (Cyber crime prevention) વિષય ભણાવવામાં આવશે. તે અંગે વિવિધ સ્કૂલને પણ (Cyber Security Course) જાણ કરવામાં આવશે.