અમદાવાદ: લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન (Chairman of lrd Recruitment Board)ના ટ્વીટનો એડિટ કરેલો સ્ક્રીનશોટ વાયરલ (Cyber Crime Ahmedabad) કરવો 21 વર્ષના યુવાનને ભારે પડ્યો છે. આરોપી યુવકની ધરપકડ કરી પોલીસે જેલ હવાલે કર્યો છે. 21 વર્ષના દીપક ઠાકોરને સોશિયલ મિડિયાના ઉપયોગના બદલે દૂરઉપયોગ કરતા તેને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે.
ઉમેદવારોમાં ચર્ચાનો વિષય બનાવવાના ઉદ્દેશથી આ ખોટો મેસેજ વાયરલ કર્યો જાણો એડિટ કરીને શું લખ્યું હતું-લોકરક્ષક ભરતી બોર્ડ (Lokrakshak Recruitment Board)ની પ્રક્રિયામાં વિક્ષેપ પાડવા માટે આરોપીએ લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલના ટ્વીટનો સ્ક્રીનશોટ પાડીને એડિટ કરીને લખાણ લખ્યું હતું કે, 40થી વધુ ગુણ મેળવનારા ઉમેદવારને ડોક્યુમેન્ટ વેરિફિકેશન (LRD Document Verification) માટે બોલાવવામાં આવશે, જેને કારણે ઉમેદવારોમાં ખોટો મેસેજ ગયો હતો અને ત્યારબાદ આરોપીની શોધમાં સાયબર ક્રાઈમ બ્રાન્ચ લાગ્યું હતું.
આ પણ વાંચો:LRD Exam 2022 : પેપરલીક કાંડ વચ્ચે ગુજરાતમાં આજે યોજાઈ LRD પરીક્ષા, 2.95 ઉમેદવારનું થશે ભાવિ નક્કી
આરોપી બનાસકાંઠાનો- સાયબર ક્રાઇમ બ્રાન્ચે (Cyber Crime Branch Ahmedabad) વાયરલ થયેલા મેસેજને આધારે તમામ શંકાસ્પદ સોશિયલ મીડિયા આઈડીની ડીપ કરી હતી. તેમજ એક પછી એક વ્હોટ્સએપ ગ્રુપના એડમિનનો સંપર્ક કરીને તપાસ કરી હતી. સાયબર ક્રાઇમની તપાસના અંતે આરોપી બનાસકાંઠા (Cyber Crime Banaskantha)નો દીપક ઠાકોર હોવાનું સામે આવ્યું હતું. દીપક BSC સેમેસ્ટર 6માં અભ્યાસ કરે છે અને તેણે પણ LRDની પરીક્ષા આપી હતી.
આ પણ વાંચો:LRD Exam Gujarat 2022: LRDની પરીક્ષાને લઈને પરિવહન નિગમની મહત્વની જાહેરાતા, વધારાની ST બસો મુકાશે
ચર્ચાનો વિષય બનાવવા મજાક કરી-LRDની પરીક્ષા (LRD Exam 2022)માં ઉમેદવારો આ પ્રકારનો મેસેજ વાંચીને ઉત્સાહી થાય અને ગેરમાર્ગે દોરાય તેમજ ઉમેદવારોમાં ચર્ચાનો વિષય બનાવવાના ઉદ્દેશથી આ ખોટો મેસેજ વાયરલ કર્યો હોવાનું તેણે સાઇબર ક્રાઇમ સમક્ષ કબૂલ્યું છે. કોઈપણ પરીક્ષા અથવા સ્પર્ધાત્મક પરીક્ષા બાબતે ખોટા મેસેજ કરવા તથા લોકોને તે બાબતે ખોટી રીતે ભ્રમિત કરવા તે ખૂબ જ ગંભીર બાબત છે. આવું કરનારી વ્યક્તિ સામે સજાપાત્ર ગુનો બને છે. જેથી સોશિયલ મીડિયા પર ફરતા કોઈપણ વિડીયો પિક્ચર અથવા તો માહિતીને ચકાસ્યા વગર વાઇરલ ન કરવા જોઈએ તે સલામતી ભર્યું છે.