- અમદાવાદમાં કરફ્યૂને કારણે રેલવે અને એરપોર્ટના પ્રવાસીઓને નહીં થવું પડે પરેશાન
- રેલવેના પ્રવાસીઓ માટે 17 અને એરપોર્ટ માટે 25 સ્થાનિક તંત્રની બસ ફાળવાઇ
- ટિકિટ અને ઓળખપત્ર બતવીને ગંતવ્ય સ્થાને જઇ શકશે પ્રવાસીઓ
અમદાવાદ : દિવાળીના તહેવારો દરમિયાન અમદાવાદીઓએ કોવિડ ગાઇડલાઇનનું ઉલ્લંઘન કર્યું હતું. તંત્ર પણ આ ગાઇડલાઇનનું પાલન કરાવવામાં નિષ્ફળ રહ્યુ છે. જે પરિણામે ભીડ, સોશિયલ ડિસ્ટન્સનો આભાવ, માસ્ક ન પહેંરવું, પાન-માવા ખાઈને જ્યાં-ત્યાં થૂંકવાની આદત વગેરે કારણોસર અમદાવાદમાં કોરોના સંક્રમણમાં ભયજનક વધારો થઇ રહ્યો છે.
અમદાવાદમાં શુક્રવારે 305 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
20 નવેમ્બરના રોજ અમદાવાદમાં કોરોના વાઇરસના કુલ 305 પોઝિટિવ કેસ નોંધાયા છે. પરિણામે તંત્ર દ્વારા અમદાવાદમાં કરફ્યૂ જાહેર કરવાની ફરજ પડી છે. અમદાવાદમાં 20 નવેમ્બરની રાત્રીના 09 કલાકથી લઈને 23 નવેમ્બર સવારના 06 કલાક સુધી શહેરમાં કરફ્યૂ રહેશે. આ ઉપરાંત ગુજરાતના અન્ય મોટા શહેરો જેમ કે બરોડા, સુરત અને રાજકોટમાં પણ કેસની સંખ્યા વધતા ત્યાં પણ રાત્રે કરફ્યૂ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
સ્થાનિક પરિવહન બંધ, રેલવે અને એરપોર્ટ ચાલુ