અમદાવાદ: જો કે મહત્વનું છે કે 25મી સપ્ટેમ્બરના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદીઓ કોરોનાની ગાઈડલાઈનના પાલનનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના પ્રહલાદનગર, ઇસ્કોન ગાંઠિયા કર્ણાવતી ક્લબ, કાકે દા ઢાબા રીંગરોડ, ગુજરાત કોમર્સ કોલેજ , ભદ્ર માર્કેટ , મચ્છી માર્કેટ અસારવા, ઠક્કરબાપાનગર સહિતના વિસ્તારોના વિડીયો ઉતાર્યા હતાં. જેમાં લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યાં વગર બેઠાં જોવા મળ્યાં હતાં.
અમદાવાદના આ વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા પછી માત્ર દવાની દુકાન જ ખુલ્લી રહેશે... જાણો કારણ
અમદાવાદમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે એવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કડકાઇથી કામ કરી રહી છે પશ્ચિમ વિસ્તારમાં કોર્પોરેશનને એ વાત ધ્યાનમાં આવી હતી કે યુવાનો ટોળે વળે છે સાથે જ નિયમોનું પાલન થતું નથી. જેથી હવે કડકાઈથી કામગીરી હાથ પર લેવામાં આવી છે. શહેરના 27 જેટલા વિસ્તારોમાં રાતના 10 વાગ્યા પછી માત્ર દવાની દુકાનોને જ ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવી છે.
શહેરમાં કોરોનાનું સંક્રમણ યથાવત છે તેમ છતાં લોકો જાણે કોરોના જતો રહ્યો હોય તે પ્રકારનું ગેરજવાબદારીભર્યું વર્તન કરતાં રોજ જોવા મળતાં હોય છે. જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જ્યાં પણ લોકોના ટોળા દેખાય તે રેસ્ટોરન્ટ કે જગ્યાની સીલ કરવાનું કામ પણ કોર્પોરેશન દ્વારા હાથે લેવાયું છે.કોરોનાની ગાઈડ લાઈન્સનું પાલન થતું ન હોવાનું કોર્પોરેશનના ધ્યાને આવતાં જ ખાસ કરીને રાત્રિના સમયે તમામ વિસ્તારોમાં મોટી સંખ્યામાં યુવાનો ટોળામાં ભેગા થઈ બેસી રહેતાં આજે કોરોના માટેના ખાસ અધિકારી ડો રાજીવ ગુપ્તાએ અને મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર અને અન્ય અધિકારીઓ સાથેની બેઠકમાં એસ.જી.હાઈવે, વસ્ત્રાપુર, બોપલ અને સોલાના 27 જેટલા વિસ્તારમાં રાત્રે દસ વાગ્યા બાદ તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જોકે માત્ર દવાની દુકાનો ચાલુ રહેશે. આજથી જ નિર્ણયનો અમલ કરવાનું આદેશ આપવામાં આવ્યો છે. યુવાનો દ્વારા ટોળામાં બેસી અને કોરોનાની ગાઈડલાઈનના ભંગને અટકાવવા તેમ જ તેમના પરિવારમાં બાળકો અને વૃદ્ધોને કોરોના સંક્રમણથી બચવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.