- રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત
- ભદ્ર વિસ્તારમાં દિવાળી જેવી ભીડ
- પોલીસ પેટ્રોલિંગ વચ્ચે લોકોની બેદરકારી
અમદાવાદઃઘણા દિવસો બાદ કોરોનાના કેસમાં આંશિક ઘટાડો જોવા મળતાં ફરી લોકો દિવાળી જેવી ભીડ એકત્ર કરતાં ભદ્ર પાસે પોલીસ દ્વારા ઉચ્ચ અધિકારીઓને સાથે રાખીને પેટ્રોલિંગ કરી રહી છે. જે લોકો નિયમોનો ભંગ કરતા હોય તેમને પોલીસ દંડ પણ ફટકારી રહી છે. ભદ્ર વિસ્તારમાં લોકોની ભીડ જોવા મળી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી પેટ્રોલિંગને કોરોનાની ગાઈડલાઇન અને જાહેરનામાનું પાલન થાય તે માટે કરવામાં આવી રહી છે તેમ જણાવ્યું હતુ. શહેરના ઢાલગરવાડ સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા જોકે જાહેરનામા ભંગના 20થી 25 ગુનાઓ નોંધવામાં આવ્યા છે પરંતુ લોકોની ખાસ્સી અવરજવર જોવા મળી હતી.
આ પણ વાંચોઃ અમદાવાદમાં મીની લોકડાઉનમાં નિયમોનું ચુસ્ત પાલન કરવવા પોલીસ પેટ્રોલિંગ કરાયું