ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ: ધનતેરસના દિવસે બજારમાં સોનાચાંદીના સિક્કા ખરીદવા લોકોની ભીડ - ઘરેણાં

દિવાળીના 5 દિવસના પર્વમાં ધનતેરસના દિવસનું અલગ જ મહત્વ હોય છે. જેમાં ધનતેરસના દિવસે ધાતુની ખરીદી માટે બજારમાં લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતાં. અમદાવાદના માણેક ચોક, સીજી રોડ અને નવા વિકસેલા શિવરંજની વિસ્તારના સોનાચાંદીના શો રુમોમાં સારી એવી ખરીદારી જોવા મળી હતી. એકતરફ કોરોના કાળમાં લૉકડાઉનમાં બંધ રહેલાં ધંધારોજગારે આર્થિક મંદીની બૂમરાણ મચી છે ત્યાં આવી મોંઘી ધાતુની ખરીદીમાં ઉમટી રહેલી ભીડ બીજું ચિત્ર ઉપસાવે છે.

અમદાવાદ: ધનતેરસના દિવસે બજારમાં સોનાચાંદીના સિક્કા ખરીદવા લોકોની ભીડ
અમદાવાદ: ધનતેરસના દિવસે બજારમાં સોનાચાંદીના સિક્કા ખરીદવા લોકોની ભીડ

By

Published : Nov 13, 2020, 8:30 PM IST

  • ધનતેરસના દિવસે સોનાચાંદીની ખરીદી માટે ભીડ
  • સોનાચાંદીના સિક્કા ખરીદવા લોકો ઉમટ્યાં
  • શા માટે લોકો સોનાચાંદીના સિક્કા ખરીદવા પહોંચ્યાં?

અમદાવાદઃ ધનતેરસના દિવસે ધાતુની કોઈ પણ વસ્તુ ખરીદવી શુભ ગણવામાં આવે છે ત્યારે અમદાવાદમાં પણ વાસણ, તાંબુ, સોનુ ચાંદી તથા અન્ય ધાતુની વસ્તુઓ લોકોએ મોટી સંખ્યામાં ખરીદી હતી. આજના દિવસે શુભ મુહૂર્તમાં ખરીદી કરવાનું લાભદાયી ગણાય છે. ખાસ તો આર્થિક તંગીનો સામનો સૌ કરી રહ્યાં છે ત્યારે આ ધનતેરસે વેપાર સાવ ફિક્કો રહેવાની ધારણા હતાં. જોકે પ્રમાણમાં સારી સંખ્યામાં લોકો જાણીતાં શોરુમોમાં જતાં અને કંઇક અંશે ખરીદી કરતાં નજરે પડ્યાં હતાં.

આજે ધનતેરસે લોકો યથાશક્તિ સોનુચાંદી ખરીદવા શોરુમોમાં ઉમટી રહેલાં નજરે પડ્યાં
ભાવ વધુ છતાં ઉત્સાહભેર થઈ ખરીદીદર વર્ષ કરતા સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. છતાં બજારમાં આભૂષણ અને અન્ય વસ્તુઓ ખરીદવા લોકો હર્ષભેર ઉમટ્યાં હતાં ઉલ્લેખનીય છે કે આ વર્ષનો છેલ્લો તહેવાર છે જેની ઉજવણી લોકો કરી શકશે. જેથી બજારમાં ભીડ જોવા મળી તેમ કહી શકાય. માર્ચ માસથી લાગી ગયેલાં લોકડાઉનના પગલે ઊનાળાની લગ્નસરાની સીઝન સૌએ કેન્સલ કરવી પડી હતી તેથી સોનાચાંદીના દાગીના અને સિક્કાઓ વગેરેની ખરીદી લોકો કરી શક્યાં ન હતાં. ત્યારે હવે લગ્નસરાની સામે આવી રહેલી સીઝન, જેમાં મોટીસંખ્યામાં એનઆરઆઈ લગ્નો પણ થતાં જોવા મળતાં હોય છે તે પણ આવી રહ્યાં છે. જેના કારણે પણ આજની ધનતેરસનો શુભ દિવસ સોનાચાંદીની ખરીદી માટે અવસર બનીને આવ્યો છે. હાલમાં સોનાનો ભાવ વિક્રમજનક સ્તરે 51,200 અને ચાંદીનો ભાવ પણ કિલોએ 63,500 જેટલો ખૂબ વધુ ચાલી રહ્યો છે. તેમ છતાં આપણા સામાજિક પ્રસંગોમાં આ ધાતુઓના વપરાશનું વલણ મોભોમરતબો દર્શાવનાર હોવાને લઇને પણ લોકો યથાશક્તિ ખરીદી કરી રહ્યાં છે.કોરોનાની ગાઈડલાઈનનું પાલનબીજીબાજુ સોશિઅલ ડિસ્ટન્સિંગ પાળવાની જરુરિયાતને લઇને કોરોના સંક્રમણથી ગ્રહાકોને બચાવવા માટે શોરુમના માલિકોએ પણ ખાસ તકેદારી રાખવી પડી રહી છે. સરકારી ગોઇડલાઇન્સનું પાલન કરતાં દુકાનદારોએ હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં સંક્રમણ ન વધે તેનું ધ્યાન રાખીને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક તથા સેનીટાઈઝરનો ઉપયોગ કરાવ્યો હતો. લોકો એકસાથે શોરુમમાં ખરીદી કરવા ન આવે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું અને ક્ષમતા કરતાં ઓછાં 50 ટકા લોકોની જ હાજરી દુકાનમાં રહે તે પણ જોવામાં આવ્યું હતું.

આજના દિવસનું આ માટે છે અનેરું મહત્ત્વ

ધનતેરસને દિવસે ઘર, દુકાન કે ઓફિસમાં દીવાઓ વડે અને રોશની વડે શણગારવામાં આવે છે અને આંગણમાં રંગોળી કરવામાં આવે છે. આસો માસની વદ તેરસ એટલે કે દિવાળીનાં બે દિવસ પહેલાં આવતાં આ દિવસે રંગોળીમાં લક્ષ્મીજીનાં પગલાંની આકૃતિ ખાસ કરવામાં આવે છે. આ દિવસે નવું ધન, ખાસ તો સોનુંચાંદી ખરીદવું શુકનવંતુ ગણાય છે. લોકો આ દિવસે ધનની પૂજા પણ કરે છે. ધનતેરસના શુભદિને ધનધાન્ય સમૃદ્ધિના દેવ કુબેરની પૂજાનું પણ અનેરું મહત્ત્વ છે. લંકાપતિ રાજા રાવણે પણ કુબેરની જ સાધના બાદ સુવર્ણ લંકા પ્રાપ્ત કરી હતી તેવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે.

ABOUT THE AUTHOR

...view details