- અમદાવાદ શહેરના અતિવ્યસ્ત ભદ્ર વિસ્તારમાં લોકોની ભીડ
- કોરોનાની ગાઈડલાઈનનું નથી થઈ રહ્યું પાલન
- માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનો લોકો કરી રહ્યાં છે ભંગ
અમદાવાદઃ શહેરના મધ્યમાં આવેલી ભદ્ર માર્કેટમાં હજુ પણ હજારો લોકો ખરીદી કરવા આવતાં હોય છે. જોકે લોકો કોરોના ગાઈડલાઈનના નિયમોનો સરેઆમ ભંગ કરી રહ્યાં છે. પરંતુ તંત્ર દ્વારા તેમના વિરુદ્ધ કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં નથી આવી રહ્યાં. તેને લઇને હજુ પણ કોરોના વધે તેવી પણ દહેશત જોવા મળી રહી છે. કોરોનાના કેસનો વધારો થતાં તંત્ર દ્વારા ચૂંટણી બાદ નિયમો કડક કરવામાં આવ્યાં છે. પરંતુ લોકો હજુ પણ કોઇપણ પ્રકારના ડર અને ભય વગર ફરી રહ્યાં છે જેને લઇને કોરોનાના કેસ વધે તેવી તમામ શક્યતાઓ જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં કોરોનાના કેસ વધતા તંત્રનો નિણર્ય, બાગ બગીચાઓ રહેશે બંધ
અમદાવાદ શહેરમાં તંત્ર દ્વારા કોરોનાની અસર લઈને અનેક નિયમો કડક કરવામાં આવ્યાં છે. રાત્રિ કરફ્યુનો સમય પણ વધારી દેવામાં આવ્યું છે. પરંતુ હવે તંત્ર દ્વારા નિર્ણયોનો અમલ કઈ રીતે કરાવવામાં આવે છે કે કાયદાઓનો કેટલો અમલ કરાવવામાં આવે છે તે પણ જોવું રહ્યું.
ભદ્ર વિસ્તારમાં લોકોની ભારે ભીડ, કોરોનાના કેસમાં ધરખમ વધારો - Corona Guideline
અમદાવાદ શહેરમાં ફરી કોરોનાના કેસમાં ધરખમ વધારો થયો છે. ત્યારે હજુ પણ શહેરના ભદ્ર વિસ્તારમાં લોકોની ભીડ ભેગી થઈ રહી છે. જેના કારણે કોરોના કેસમાં હજુ પણ વધારે વધારો થાય તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે.
ભદ્ર વિસ્તારમાં લોકોની ભારે ભીડ, કોરોનાના કેસમાં ધરખમ વધારો