- અમદાવાદ શહેરમાં કોરોના વિસ્ફોટ
- વધતા કેસને લઇ શહેરમાં આજે રાતથી સોમવાર સુધીકરફ્યુ
- કરફ્યૂના પગલે ડી માર્ટમાં ખરીદી કરવા લોકોની ઉમટી ભીડ
- AMCના અધિકારીઓ ડી માર્ટ પહોંચ્યાં, મોલ બંધ કરાવ્યો
અમદાવાદઃ શહેરમાં કોરોના વિસ્ફોટ થયો છે અમદાવાદ શહેરમાં સતત કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. વધતાં કેસને લઇ શહેરમાં આજે રાતથી સોમવાર સુધી કરફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. કરફ્યુના પગલે ડી માર્ટમાં ખરીદી કરવા લોકોની ભીડ ઉમટતા AMCના અધિકારીઓ ડી માર્ટ પહોંચ્યાં હતાં અને હાલ પૂરતો ડી માર્ટ મોલ બંધ કરાવાયો છે.
મોલની બહાર જ કોરોના ટેસ્ટિંગનો ડોમ, 2 કલાકમાં 25 કેસ પોઝિટિવ મળ્યાં ટેસ્ટિંગ ડોમમાં બે કલાકમાં 25 પોઝિટિવ કેસ મળ્યાં મહત્વની વાત તો એ છે કે ડી માર્ટની બહાર જ કોરોના ટેસ્ટિંગનો ડોમ રાખવામાં આવ્યો હતો. જેમાં ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યાં હતાં. એકતરફ મોલમાં ખરીદી કરવા જવા ઉતાવળાં થયેલાં લોકો સોશિઅલ ડિસ્ટન્સિંગ સાથે ઊભાં રહ્યાં હતાં. જ્યારે બીજીતરફ મોલની બહાર જ કોરોના ટેસ્ટિંગ ડોમમાં 2 કલાકની અંદર 25થી વધુ પોઝિટિવ કેસ આવતાં કોર્પોરેશન તંત્ર થયું દોડતું થયું હતું.આ મોલ બંધ કરાવવાની તરત જ કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે હજુ પણ ટેસ્ટ કરાવવા લોકોની લાંબી લાઈન જોવા મળી રહી છે. ત્યારે ચોક્કસ પગલાંઓ લેવા જરૂરી બની રહેશે. કારણકે જે રીતે અમદાવાદની પરિસ્થિતિ વણસી રહી છે. ત્યારે તંત્ર દ્વારા કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે.
કરફ્યુના પગલે ડી માર્ટમાં ખરીદી કરવા લોકોની ઉમટી ભીડ. મોલ બંધ કરાવાયો