ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં ક્રાઈમનો દર ઘટ્યો, પોલીસ થશે વધુ સક્રિય: પોલીસ કમિશ્નર - અમદાવાદના તાજા સમાચાર

અમદાવાદ: શહેર પોલીસ કમિશ્નર આશિષ ભાટીયાએ જણાવ્યું કે, વર્ષ 2018મી સરખામણીએ 2019માં ક્રાઈમનો દર ઘટ્યો છે. 2020માં તે સતત ઓછો જ રહે તે માટે પોલીસ સક્રિય છે. જેના માટે શહેર પોલીસ દ્વારા કેટલીક યોજનાઓ પણ બનાવવામાં આવી છે.

ETV BHARAT
અમદાવાદ

By

Published : Jan 2, 2020, 7:59 PM IST

અમદાવાદ શહેરમાં વર્ષ-2018ની સરખામણીએ હત્યા, ધાડ, લૂંટ, ઘરફોડ, રાયોટીંગ, વ્યથા, મહાવ્યથા, અપહરણ, સરકારી નોકર પર હુમલો તથા અન્ય નાના અપરાધોમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત શહેરમાં ભયજનક, અસામાજિક પ્રવૃતિઓ અને મિલકત સબંધી અપરાઘ આચરનારા 1,518 ઇસમો વિરૂદ્ધ પોલીસ કમિશ્નર દ્વારા પાસા એક્ટ હેઠળ અટકાયતી પગલા લેવામાં આવ્યાં છે.

અમદાવાદમાં ક્રાઈમનો દર ઘટ્યો

2 વર્ષ દરમિયાન થયેલા અપરાધ

અપરાધનો પ્રકાર 2018 2019 તફાવત
હત્યા 98 80 18
ધાડ 52 41 11
લૂંટ 344 330 14
ઘરફોડ 553 528 25
રાયોટીંગ 188 138 50
સદી વ્યથા 1081 1036 45
મહા વ્યથા 195 177 18
અપહરણ 421 412 9
સરકારી નોકર પર હુમલો 100 87 13
પરચુરણ અપરાધ 2978 2939 39


નિર્ભયા ફંડ હેઠળ મહિલાઓની સુરક્ષાને પ્રાધાન્ય આપવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. મહિલાઓ જાહેર સ્થળ પર સુરક્ષા અનુભવે તેમજ છેડતી, જાતીય સતામણી જેવા ગુના બનતા અટકાવવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા SHE ટીમ કાર્યરત કરવામાં આવશે. જે અનુસંધાને શહેરના તમામ ઝોનના કાર્યક્ષેત્ર હેઠળના પોલીસ સ્ટેશન ખાતે એક-એક SHE ટીમ કાર્યરત કરવામાં આવી છે. SHE ટીમ દ્વારા બાળકોની સુરક્ષા પર પણ ખાસ પ્રાધાન્ય આપવમાં આવશે. આ ઉપરાંત સરકારી બસ સ્ટેશન, સ્કૂલ, કોલેજ, ટ્યુશન કલાસીસ, બાગ-બગીચા, માર્કેટ, ધાર્મિક સ્થળ, મોલ-મલ્ટીપ્લેક્સ વગેરે જેવા જાહેર સ્થળો પર ખાનગી કપડામાં પેટ્રોલિંગ કરીને નજર રાખવામાં આવશે. 2018માં SHE ટીમે 354 ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી.

શહેર પોલીસ દ્વારા વરિષ્ઠ નાગરિકોની સેવા અને સુરક્ષા માટે અપનાપન સ્કીમ બનાવવામાં આવી છે. જેમાં એકલવાયા જીવન ગુજારતા હોય, તેવા સિનિયર સીટીઝનોને આકસ્મિક સંજોગોમાં ત્વરિત સહાય મળી રહે તે માટે સિનિયર સીટીઝનોની પોલીસ સ્ટેશનમાં નોધણી કરવામાં આવશે. હાલ 680 જેટલા સિનિયર સીટીઝન નોંધાયા છે અને આગામી સમયમાં કુલ આશરે 5000 જેટલા સિનિયર સીટીઝનોની નોંધણી કરી તેમની સુરક્ષા અને સંભાળ લેવાય તે ધ્યેય નક્કી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details