ગુજરાત

gujarat

ETV Bharat / city

Crime in Ahmedabad: રાયખડમાં બિનવારસી બાળક મળતા બાળકો પાસેથી ભિક્ષા મગાવવાના રેકેટનો થયો પર્દાફાશ - કારંજ પોલીસે એક દંપતીની ધરપકડ કરી

અમદાવાદ પોલીસે બાળકોને નશાના રવાડે ચડાવી ભિક્ષા મગાવવાના સમગ્ર રેકેટનો (Begging Racket exposed in Ahmedabad) પર્દાફાશ કર્યો છે. કારંજ પોલીસે એક દંપતીની પણ ધરપકડ (Karanj Police arrested One Couple) કરી છે. તો 10થી વધુ બાળકોને ટાર્ગેટ કરીને આ રેકેટ (Crime in Ahmedabad) ચાલતું હતું.

Crime in Ahmedabad: રાયખડમાં બિનવારસી બાળક મળતા બાળકો પાસેથી ભિક્ષા મગાવવાના રેકેટનો થયો પર્દાફાશ
Crime in Ahmedabad: રાયખડમાં બિનવારસી બાળક મળતા બાળકો પાસેથી ભિક્ષા મગાવવાના રેકેટનો થયો પર્દાફાશ

By

Published : Apr 9, 2022, 10:05 AM IST

Updated : Apr 9, 2022, 10:21 AM IST

અમદાવાદઃ શહેરના રાયખડમાં બાળકોને નશાના રવાડે ચઢાવીને ભિક્ષા મગાવવાના નેટવર્કનો પર્દાફાશ (Begging Racket exposed in Ahmedabad) થયો છે. કારંજ પોલીસે આરોપી દંપતી સંગીતા મકવાણા અને હિતેશ ચિકનાની ધરપકડ (Karanj Police arrested One Couple) કરી હતી. આ સમગ્ર રેકેટ 10થી વધુ બાળકોને ટાર્ગેટ કરીને ચાલતું હતું.

બાળકોને રોજ અપાતો ટાર્ગેટ

બાળકોને રોજ અપાતો ટાર્ગેટ -આ અંગે મળતી (Crime in Ahmedabad) માહિતી અનુસાર, આરોપીઓ નિર્દોષ બાળકોને નશાના રવાડે ચઢાવીને ભિક્ષા મગાવતા હતા. આરોપી દંપતી બાળકોને દરરોજનો 3,000 રૂપિયાનો ટાર્ગેટ (Crime in Ahmedabad) આપતા હતા.

બિનવારસી બાળક મળતા સમગ્ર રેકેટનો ભાંડો ફૂટ્યો-ઘટના કંઈક એવી (Crime in Ahmedabad) છે કે, 30 માર્ચે 16 વર્ષનો બાળક બિનવારસી મળ્યો હતો. આ બાળકને પોલીસે જુવેનાઈલ એડ સેન્ટરમાં રાખ્યો હતો. બાળકના કાઉન્સેલિંગ (Begging Racket exposed in Ahmedabad) દરમિયાન ખૂલાસો થયો હતો કે, આ દંપતી બાળકને નશો કરાવતા હતા અને તેને ભિક્ષા માગવા દરરોજનો 3,000 રૂપિયાનો ટાર્ગેટ આપતા હતા. આ મામલે કારંજ પોલીસને (Karanj Police arrested One Couple) માહિતી આપતા પોલીસે ગુનો નોંધીને આ દંપતીની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો-Bhiksha nahi Shiksha Project Ahmedabad: ભિક્ષાવૃત્તિ કરતા બાળકોને પણ હવે સિગ્નલ સ્કૂલમાં મળશે શિક્ષણ, જૂઓ

ગમે તે રીતે બાળકોએ દરરોજ 3,000 રૂપિયા ભેગા કરવાનો હતો ટાર્ગેટ -જ્યારે પકડાયેલુ આ દંપતી સંગીતા અને હિતેશ ફૂટપાથ પર રહે છે અને અનાથ બાળકોને નશાની લત લગાવતા હતા. આ નશો કરવા બાળકોને 3,000 રૂપિયાની કમાણીનો ટાર્ગેટ આપતા હતા. જ્યારે આ નશીલા પદાર્થનું વેચાણ કરીને અથવા ભિક્ષા કે ચોરી કરીને બાળકો ટાર્ગેટ પૂરો કરાવતા હતા.

આ પણ વાંચો-બાળકો પાસે ભિક્ષા વૃત્તિ કરાવતી માતા વિરુદ્ધ ગુનો નોંધાયો

બાળકો ટાર્ગેટ પૂરો ન કરે તો ઢોર માર મરાતો-જો બાળકો 3,000 રૂપિયા આ દંપતીને ન આપે તો આરોપીઓ બાળકોને ઢોર માર મારતા હતા. આ બાળક મારથી બચવા નાસી ગયો અને પોલીસને મળી આવ્યો હતો. આ આરોપીઓ 7થી 16 વર્ષના બાળકોને ટાર્ગેટ કરીને નશાના રવાડે ચઢાવીને ગેરકાયદે પ્રવૃત્તિ કરાવતા હોવાનો ખૂલાસો (Begging Racket exposed in Ahmedabad) થયો છે.

બિહારનો રાજા જમીનદાર બાળકને અમદાવાદ મૂકી ફરાર થયો હતો -પોલીસને મળી આવેલું બાળક 3 વર્ષ પહેલાં જ બિહારથી અમદાવાદ આવ્યો છે. બિહારનો રાજા જમીનદાર બંગાળી નામનો શખ્સ તેને અહીં લાવ્યો હતો. આ બાળક ફૂટપાથ પર મૂકીને તે ફરાર થઈ ગયો હતો. બાળક ભિક્ષા માગીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. ત્યારે આ દંપતીએ તેને નશાના રવાડે ચઢાવીને તેની જિંદગી બરબાદ (Begging Racket exposed in Ahmedabad) કરી હતી.

સમગ્ર નેટવર્કને પકડવા પોલીસે શરૂ કરી તપાસ - આ નેટવર્કમાં આ દંપતી, બિહારનો રાજા બંગાળી અને નશીલા પદાર્થનું વેચાણ (Begging Racket exposed in Ahmedabad) કરાવતા અનેક લોકોની સંડોવણી સામે આવી છે. આથી પોલીસે નેટવર્કમાં સંડોવાયેલા આરોપીની શોધખોળ શરૂ કરી છે. આ ઉપરાંત નશના બધાંની થયેલા બાળકોની ઓળખ મેળવીને તેઓને નશામુક્તિ કેન્દ્રમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે.

Last Updated : Apr 9, 2022, 10:21 AM IST

ABOUT THE AUTHOR

...view details