ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ પોલીસ કમિશનરના અધ્યક્ષ સ્થાને યોજાઈ ક્રાઈમ કોન્ફરન્સ

અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવના અધ્યક્ષસ્થાને આજે મંગળવારે ક્રાઇમ કોન્ફરન્સ યોજાઇ હતી. જગન્નાથ મંદિરના હોલમાં આ યોજાયેલી કોન્ફરન્સમાં PI, ACP, DCP, JCP સહિતના લોકો હાજર રહ્યા હતા. આ કોન્સફરન્સમાં મહિલા સુરક્ષા, સાયબર ક્રાઇમ અને નાર્કોટિક્સ મામલે ચર્ચા થઈ હતી. આ સાથે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવી છે.

અમદાવાદ પોલીસ કમિશનરના અધ્યક્ષ સ્થાને યોજાઈ ક્રાઈમ કોન્ફરન્સ
અમદાવાદ પોલીસ કમિશનરના અધ્યક્ષ સ્થાને યોજાઈ ક્રાઈમ કોન્ફરન્સ

By

Published : Jul 27, 2021, 5:37 PM IST

  • ગુનાઓ, ડિટેક્શન, મહિલાઓ અને બાળકોને લગતા ગુનાઓ અટકાવવાને લઈને ચર્ચા
  • પોલીસ કમિશનરે ગુનેગારો સામે કડક પગલાની ઉચ્ચારી ચિમકી
  • પોલીસની બેદરકારના કિસ્સામાં પોલીસ કર્મીઓ વિરુદ્ધ પણ કરાશે કાર્યવાહી

અમદાવાદ : શહેરના જગન્નાથ મંદિરના હોલમાં યોજાયેલી ક્રાઇમ કોન્સફરન્સમાં ગુનાઓ, ડિટેક્શન, મહિલાઓ અને બાળકોને લગતા ગુનાઓ અટકે તે બાબતે ચર્ચા કરાઈ હતી. આ સાથે શહેરમાં કેટલા ગુના ડિટેક્ટ થયા અને કેટલા બાકી છે, તે અંગેની માહિતી પણ મેળવવામાં આવી હતી. જોકે, તમામ ગંભીર ગુનાઓના ડિટેક્શન થઈ ગયા હોવાની અને જે બાકી છે તેની તપાસ પૂરજોશમાં ચાલું હોવાનું પોલીસ કમિશનરે જણાવ્યું હતું.

અમદાવાદ પોલીસ કમિશનરના અધ્યક્ષ સ્થાને યોજાઈ ક્રાઈમ કોન્ફરન્સ

ક્રાઈમ રેશિયો ઘટાડવા અંગે પણ કરાઈ ચર્ચા

ચર્ચાસ્પદ દરિયાપુર મનપસંદ જીમખાનામાં રેડ મામલે નિવેદન આપતા અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે કહ્યું હતું કે, બરાબર કામ ન કરનારા લોકોને સજા આપીને સસ્પેન્ડ કરાયા છે. આ સાથે આગામી દિવસોમાં પોલીસ આ બાબતે કડક પગલા લેશે તેવા પણ એંધાણ જોવા મળી રહ્યા છે. આગામી દિવસોમાં શહેરમાં ગુનાઓને કઈ રીતે પહોંચી વળવું અને ક્રાઈમ રેશિયો કઈ રીતે ઘટાડી શકાય તે અંગે પણ કોન્ફરન્સમાં ચર્ચા કરાઈ હતી.

ABOUT THE AUTHOR

...view details