- MD ડ્રગ્સના મુખ્ય સપ્લાયરની ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી કરી ધરપકડ
- છેલ્લા કેટલાક વર્ષથી નાસતો ફરતો હતો વોન્ટેડ આરોપી
- આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચની ટીમે યાકુબ પલાસરા અને મોહમંદસાદિક નામના બે યુવકો પાસેથી 70 ગ્રામ એમ.ડી ડ્રગ્સ મળ્યું હતું. જે મામલે મુંબઈના શખ્સનું નામ સામે આવ્યું હતું, જે ભાગતો-ફરતો હોવાથી વોન્ટેડ જાહેર કરાયો હતો. આ મામલે અમદાવાદ ક્રાઈમબ્રાન્ચની ટીમે મુંબઈ જઈને મુંબઈ પોલીસની મદદ માંગી હતી. સ્થાનિક પોલીસની બાતમીના આધારે મુસ્તાકખાન (Crime Branch arrests Mukhtakkhan Pathan ) ત્રિવેણીનગરમાં 19 માળની બિલ્ડીંગમાં રહેતો હોવાની જાણ થઈ હતી.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ આરોપીના ફ્લેટ પર પહોંચી
આ બાતમીના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ આરોપીના ફ્લેટ પર પહોંચી હતી, જ્યાં આરોપી મુસ્તાકખાન (Crime Branch arrests Mukhtakkhan Pathan) તેના પલંગની નીચે છુપાયેલો મળી આવ્યો હતો. વોન્ટેડ આરોપીને ક્રાઈમ બ્રાન્ચે મુંબઈથી અમદાવાદ લાવીને કોર્ટમાં હાજર કર્યો હતો, જ્યાં આરોપીએ એમ.ડી ડ્રગ્સ સપ્લાય કર્યો હોવાનું સ્વીકાર્યું હતું. હાલમાં પોલીસે ડ્રગ્સનો જથ્થો આરોપી ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો તેની તપાસ શરૂ કરી છે, સાથે તે અન્ય આવા પ્રકારના કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તેની પૂછપરછ શરૂ કરી છે.
આ પણ વાંચો:MD ડ્રગ્સનાં જથ્થા સાથે બે આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા
આ પણ વાંચો:197.94 ગ્રામ MD ડ્રગ્સ સાથે એક મહિલાને સુરત રેલવે સ્ટેશન પાસેથી પોલીસે ઝડપી