- અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ECO કારના સાઇલેન્સરની ચોરી કરતી ગેંગની ધરપકડ કરી
- ત્રણ આરોપીઓની ધરપકડ કરી 50 જેટલા ગુના નો ભેદ ઉકેલી કાઢયો
- ગેંગ પોલીસ માટે માથાનો દુ:ખાવો બની ગઈ હતી
અમદાવાદઃ ક્રાઇમ બ્રાન્ચે ECO કારના સાઇલેન્સરની ચોરી કરતી ગેંગની ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી ECO કારના સાઇલેન્સરની ચોરી કરતી ગેંગે આતંક મચાવ્યો હતો. આ ગેંગ પોલીસ માટે માથાનો દુ:ખાવો બની ગઈ છે. જો કે, પોલીસે અગાઉ આવી ગેંગની ધરપકડ કરીને અનેક ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે, પરંતુ આવી ગેંગનો જાણે કે રાફડો ફાટ્યો હોય તેમ એક પછી એક ગેંગ રોજબરોજના બનાવોને અંજામ આપી રહી છે. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આવી ગેંગનાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી અનેક ગુનાનો ભેદ ઉકેલી કાઢયો છે.
આ પણ વાંચોઃઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોબાઈલની ચોરી કરતા 2 વ્યક્તિઓને ઝડપી પાડ્યા
સોસાયટીમાં પાર્ક કરેલી ECO કારનું સાઇલેન્સર કાઢીને પણ ચોરી કરતા હતા
મૂળ ઉત્તરપ્રદેશના શાબિર ચૌહાણ, દાણીલીમડાના દાનીસ ખાન પઠાણ અને સાણંદના સરફરાજ શેખની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ અમદાવાદ શહેરના મુખ્ય રસ્તા ઉપર ઉભી રહેતી ECO કાર ભાડે કરીને ફેમિલીને લઈ જવાના બહાને દાનિશ ખાન પઠાણના ઘરે લઈ જતા હતા. જ્યાં તે ડ્રાઈવરને ચા-નાસ્તો કરવાના બહાને બહાર લઈ જઈ ECO કારનું સાઇલેન્સર ખોલી તેમાંથી માટી ચોરી કરીને સાઇલેન્સર ફરી ફીટ કરી દેતા હતા અને બહાર જવાનું કેન્સલ થયું છે તેમ કહીને ડ્રાઈવરને થોડા ઘણા રૂપિયા આપીને પરત મોકલી દેતા હતા. આટલું જ નહીં ક્યારેક ગોડાઉન કે સોસાયટીમાં પાર્ક કરેલી ECO કારનું સાઇલેન્સર કાઢીને પણ ચોરી કરી લેતા હતા.
સાઇલેન્સરમાંથી માટી ચોરી દિલ્હીમાં વેચતા હતા
આરોપીઓ ECO કારના સાઇલેન્સરમાંથી ચોરી કરેલી માટી દિલ્હીમા ઊંચા ભાવે વેચતા હતા. હાલમાં પોલીસે આ ગેંગની ધરપકડ કરીને લગભગ 50 જેટલા ગુનાનો ભેદ ઉકેલી કાઢયો હતો અને વધુ તપાસ શરૂ કરી હતી. આમ ક્રાઇમ બ્રાન્ચે માથાના દુખાવા ભરેલી ચોરની ટોળકીને ઝડપી પાડી હતી, 50 જેટલા ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.
આ પણ વાંચોઃરાજકોટ અને જૂનાગઢમાં ચોરી કરનારા 3 આરોપીની LCBની ટીમે કરી ધરપકડ