અમદાવાદઃ શહેર તેમજ જિલ્લામાં દિવસેને દિવસે ભૂમાફિયાઓમાં વધારો થઈ રહ્યો છે, જેથી તેને ડામવા માટે અમદાવાદ શહેર પોલીસને કડક આદેશ આપવામાં આવ્યાં છે. ત્યારે શહેરમાં છેલ્લા કેટલાય સમયથી જમીન ભૂમાફિયા જમીનના ખોટા ડોક્યુમેન્ટ બનાવી જમીનમા લીટીગેશન ઉભા કરી ખોટા દાવો કરી જમીનના ગુનાઓ કરનારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદઃ જમીનના ખોટા ડોક્યુમેન્ટ બનાવનારા આરોપીની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ - Arrest of forgeries of land documents
અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે ભૂમાફિયાઓ વધી રહ્યા છે, ત્યારે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચમાં જમીન માફિયા વિરુદ્ધ કેસ નોંધાયો હતો. જેની તપાસ દરમિયાન જમીનના ખોટા દસ્તાવેજ બનાવનારા આરોપી મુકેશ દેસાઈની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
શહેરમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મુકેશ દેસાઇ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જે આરોપી શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં જમીન લક્ષી ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું છે.
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવેલા આરોપી મુકેશ દેસાઈ વિરુદ્ધ શહેરમાં 15થી વધુ ગુનાઓમાં સંડોવણી છે. તેના વિરૂદ્ધ સોલા પોલીસ સ્ટેશન, સાબરમતી પોલીસ સ્ટેશન, નિકોલ પોલીસ સ્ટેશન, નવરંગપુરા પોલીસ સ્ટેશન, શાહપુર પોલીસ સ્ટેશન સહિતના પોલીસ સ્ટેશનની અંદર જમીન અંગે ગુનાઓ નોંધાયેલા છે.