ગુજરાત

gujarat

પ્રાણવાયુની કાળાબજારી કરતા 3 ઇસમોની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

By

Published : May 9, 2021, 10:56 AM IST

Updated : May 9, 2021, 12:46 PM IST

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પ્રાણવાયુની કાળા બજારી કરતા 3 આરોપીની ધરપકડ કરી છે. તમામ આરોપી સરખેજ પાસે આવેલા ગુજરાત સેફ્ટી નામના ગોડાઉનમા કામ કરતા હતા. પૂછપરછમાં 200 જેટલા ઓક્સિઝન સિલિન્ડર્સનું ઉંચા ભાવે વેચાણ કર્યુ હોવાનું સામે આવ્યુ છે.

પ્રાણવાયુની કાળાબજારી કરતા 3 ઇસમોની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ
પ્રાણવાયુની કાળાબજારી કરતા 3 ઇસમોની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

  • રેમેડિસીવીર ઈન્જેકશન બાદ ઓક્સિજનની પણ કાળા બજારી
  • પ્રાણવાયુની કાળા બજારી કરતા 3 ઇસમોની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ
  • 200 થી વધુ ઓક્સિઝન સિલિન્ડરનું કર્યુ વેચાણ

અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાઈરસમાં સારવાર માટે વપરાતી તમામ વસ્તુઓની એક બાદ એક કાળા બજારી સામે આવી રહી છે. પહેલા દવા અને હવે ઓક્સિજનની અછત સર્જાતા પ્રાણવાયુની પણ કાળા બજારી કરવામાં આવી રહી છે. શહેર ક્રાઈમ બ્રાંચે 3 આરોપીની ધરપકડ કરી છે. જે ઉંચી કિંમતે ઓક્સિજન સિલિન્ડરનું વેચાણ કરતા હતા. જ્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં આવેલા આરોપીના નામ ઉવેશ મેમણ, તૌફીક અહેમદ શેખ અને મોહમદ અશરફ શેખ છે. આ તમામ આરોપી સરખેજ પાસે આવેલા ગુજરાત સેફ્ટી નામના ગોડાઉનમા કામ કરતા હતા.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચ

આ પણ વાંચો:રેમડેસીવીર ઇન્જેક્શનની કાળા બજાર કરતી મહિલાની ધરપકડ

15 થી 30 હજારમાં વેંચતા હતા ઓક્સિજન સિલિન્ડર

ગુજરાત સેફ્ટી નામના ગોડાઉનના માલિક દ્વારા કોરોના સમયમાં ઓક્સિજનની અછત સર્જાતા વેચાણ શરુ કરવાની સુચના આપી હતી. આશરે 250 જેટલા સિલિન્ડર ઉંચા ભાવે આપ્યા હતા. આ આરોપીઓ 15 હજાર અને 30 હજારના ભાવે ઓક્સિજન સિલિન્ડર વેચતા હતા. જેથી ક્રાઈમ બ્રાંચે 39 સિલિન્ડર સાથે તમામની ધરપકડ કરી હતી. ફરાર માલિક પિતા પુત્રની શોધખોળ હાથ ધરી છે. ક્રાઈમ બ્રાંચે ગોડાઉનમાં કામ કરતા અને ઓક્સિજનનુ વેચાણ કરતા આરોપીની પુછપરછ હાથ ધરી ત્યારે સામે આવ્યુ કે, 25 એપ્રિલથી આ ઓક્સિજનનુ વેચાણ થઈ રહ્યુ હોવાનુ સામે આવ્યુ છે.

આ પણ વાંચોઃ ભરૂચમાં રેમડેસીવીર ઇન્જેકશનની કાળા બજારીનું વધુ એક કૌભાંડ ઝડપાયું

200 થી વધુ ઓક્સિઝન સિલિન્ડરનું કર્યુ વેચાણ

ઓક્સિઝનની કાળા બજારી કરતા ઝડપાયેલા આરોપીએ 200 કરતા વધુ ઓક્સિજન સિલિન્ડર રાજ્યભરમાં વેચ્યા છે. ઉપરાંત આ ગુનાના મુખ્ય આરોપી જૈદ જુનાની અને તેના પિતા અસલમ જુનાનીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે, મહામારીના સમયે પણ લોકો આફતને આવકમાં બદલી રહ્યાં છે. કોરોના દર્દી માટે પ્રાણ રૂપી વાયુ ઓક્સિઝનની કાળાબજારી ન થાય અને આવા લે ભાગુ લોકોને અટકાવી શકાય તે માટે રાજ્યવ્યાપી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Last Updated : May 9, 2021, 12:46 PM IST

ABOUT THE AUTHOR

...view details