- ઇન્જેક્શન બાદ ઓક્સિજનની અછત વાર્તાતા હવે કાળાબજારી શરૂ
- ક્રાઈમ બ્રાન્ચે કર્ણાવતી હોસ્પિટલના ભોંયરામાંથી 2 આરોપીની ધરપકડ કરી
- પોલીસે ડમી ગ્રાહક બનીને આરોપીઓને ઝડપી પાડ્યા
અમદાવાદ: શહેરમાં કોરોનાની મહામારીમાં ઇન્જેક્શન બાદ ઓક્સિજનની અછત વાર્તાતા હવે કાળાબજારીની ધટનાઓ સામે આવી રહી છે. જોકે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એલિસબ્રિજ વિસ્તારમાં કર્ણાવતી હોસ્પિટલ નીચે ભોંયરામાં આવેલી સી.કે સર્જી ડિસ્ટ્રીબ્યુટર્સ નામની દુકાનમાં 2 શખ્સો ઓક્સિજન સિલિન્ડર બજાર કરતા ઉંચા ભાવે વેચતા હોવાની બાતમીના આધારે આરોપીઓને ઝડપી પડ્યા હતા.
પ્રાણવાયુની કાળાબજારી કરતા 2 શખ્સોની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ આ પણ વાંચો:ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રએ 7 હજારમાં એક્સપાયર થયેલા 6 રેમડેસીવીર ઈન્જેક્શન વેચ્યા, 2ની ધરપકડ
ઓક્સિજન સિલિન્ડર કાળાબદારી કરતા બન્ને શખ્સો ઝડપાયા
જેમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક ડમી ગ્રાહકને ઓક્સિજન સિલિન્ડર અને રેગ્યુલેટર માંગતા શાહપુરની વનમાતાની પોળમાં રહેતા જસમીન બુંદેલા અને વાસણા ગુપ્તાનગરમાં રહેતા સાગર શુકલએ 10 કિલો ઓક્સિજન સિલિન્ડરના 15000 અને 47 કિલોના 28000 થશે તેમજ રેગ્યુલેટરના 5500 અને 7500 થશે તેમ કહ્યું હતું. જોકે, ક્રાઇમની ટીમે તાત્કાલિક બન્ને શખ્સોને ઝડપી લીધા હતા. આ ઘટનામાં પોલીસને 10 કિલો અને 47 કિલોના 2 ઓક્સિજન સિલિન્ડર અને 44 ઓક્સિજન સિલિન્ડરના રેગ્યુલેટર મળી આવ્યા હતા. આ ઓક્સિજન સિલિન્ડર અને રેગ્યુલેટર રાખવા પરમીટ ન હોવાને લઇને ક્રાઈમ બ્રાન્ચે બન્નેની ધરપકડ કરી છે. જ્યારે, ઓક્સિજન સિલિન્ડર અને રેગ્યુલેટર આપનારના નામ ખુલતા કાલુપુરના જયમીન અને રાણીપના રહેવાસી કૌશલ જાનીની શોધખોળ શરૂ કરી છે.
આ પણ વાંચો:પ્રાણવાયુની કાળાબજારી કરતા 3 ઇસમોની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ