ગુજરાત

gujarat

ETV Bharat / city

ક્રાઈમ બ્રાન્ચે MD ડ્રગ્સ સાથે બે આરોપીની કરી ધરપકડ - Drug intoxication

ડ્ર્ગ્સના કારણે દેશ-રાજ્યનું કેટલુય યુવાધન બરબાદ થઈ જાય છે, પોલીસ પણ સતત આવા ગૂનેગાર પર વોચ રાખીને તેમની ધરપડક કરતી હોય છે. અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચે 2 યુવાઓના 54 ગ્રામ MD ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી.

અમદાવાદ
ક્રાઈમ બ્રાન્ચે MD ડ્રગ્સ સાથે બે આરોપીની કરી ધરપકડ

By

Published : Apr 26, 2021, 7:46 AM IST

  • અમદાવાદમાં MD ડ્રગ્સનો કાળો કારોબાર
  • પોલીસથી બચવા વોટ્સએપ પર કોલ કરી ડ્રગ્સ મંગાવતો
  • પોલીસે 5 લાખથી વધુનું ડ્રગ્સ કબ્જે કર્યું

અમદાવાદ: રાજ્યમાં યુવાધનને નશામાં બરબાદ કરતા અને ડ્રગ્સનો નશો કરનારની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. જેમાં ડ્રગ્સનો કારોબાર ચાલતો હોવાનો પર્દાફાશ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કર્યો છે. અને વોટ્સએપ કોલ મારફતે MD ડ્રગ્સ મંગાવનાર બે શખ્સની ધરપકડ કરાઈ છે. ક્રાઇમ બ્રાન્ચે પાંચ લાખથી વધુનું ડ્રગ્સ કબ્જે કરી તપાસ શરૂ કરી છે. જોકે આ કેસમાં ડિલિવરી કરનાર અને ડ્રગ્સ આપનાર વોન્ટેડ છે. જેમાં જુહાપુરા વિસ્તારમાં રહેતો શખ્સ તેના મિત્ર સાથે મળી MD ડ્રગ્સનું વેચાણ કરતા હોવાની બાતમીના આધારે પોલીસે વિશાલા સર્કલ પાસેથી બંનેને ઝડપી 54 ગ્રામ જેટલું MD ડ્રગ્સ કબ્જે કર્યું છે. ફતેહવાડીના અતિક મંડલી નામના શખ્સ પાસેથી બંને ડ્રગ્સ ખરીદતા હતા. વોટ્સએપ કોલ કરી અતિક પાસેથી તેઓએ ડ્રગ્સ મંગાવ્યું હતું જે લઈને આવતા ઝડપાયા હતા.

ક્રાઈમ બ્રાન્ચે MD ડ્રગ્સ સાથે બે આરોપીની કરી ધરપકડ

પોલીસે વોચ ગોઠવી કરી ધરપકડ

ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, જુહાપુરામાં રહેતો મહંમદ સુલતાન શેખ અને કાલુપુરનો મુસ્તકિમ શેખ ભાગીદારીમાં ડ્રગ્સનો ધંધો કરે છે. ફતેહવાડીના અતિક મંડલી નામના શખ્સ પાસેથી તેઓ ડ્રગ્સ ખરીદે છે. બંને જુહાપુરાથી વિશાલા સર્કલ પાસે ડ્રગ્સ સાથે આવવાના છે. જેથી ટીમે ત્યાં વોચ ગોઠવી હતી. સ્કૂટર પર બંને આરોપીઓ આવતા પોલીસે તેમને રોકી અને તપાસ કરતા ખિસ્સામાં રહેલી થેલીમાંથી સફેદ કલરનો પાવડર મળી આવ્યો હતો. FSL અધિકારીને બોલાવી અને તપાસ કરતા MD ડ્રગસ હોવાની પુષ્ટી થઈ હતી. જેથી બંનેની પૂછપરછ કરતા તેઓને વેચવા માટે ડ્રગ્સ જોઈતું હોવાથી અતિકને વોટ્સએપ પર કોલ કરી અને ડ્રગ્સ મંગાવ્યું હતું. સોનુ નામનો માણસ ડ્રગ્સ આપી ગયો હતો.

ક્રાઈમ બ્રાન્ચે MD ડ્રગ્સ સાથે બે આરોપીની કરી ધરપકડ

આ પણ વાંચો :જખૌમાં ડ્રગ્સ સાથે ઝડપાયેલા પાકિસ્તાનીઓને રિમાન્ડ માટે અમદાવાદ મોકલાવાયા

પહેલા પણ કરી ચુક્યા છે ગુના

આ સમગ્ર મામલે પકડાયેલા બને આરોપીઓના કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે, કેમ તે બાબતે તપાસ શરૂ કરાઇ છે. અને વોન્ટેડ આરોપીઓ પકડાયા બાદ ખુલાસા થશે કે કેટલા સમયથી આ કાળો કારોબાર ચલાવી કેટલા લોકોને તે આ જથ્થો ડિલિવરી કરી ચુક્યા છે. આ સિવાય કોલેજમાં ભણતા યુવાધનને બરબાદ કરવાનું આ ષડયંત્ર હતું કે રોજનો નશો કરવાવાળી વ્યક્તિઓને આ જથ્થો આપવાનું કાવતરું હતું તે બાબતે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details