ગુજરાત

gujarat

ETV Bharat / city

મ્યુકોરમાઇકોસિસ રોગની સારવારમાં વપરાતા ઇન્જેક્શનની કાળાબજારી કરતા ચાર શખ્સો ઝડપાયા - crime news

રાજ્યમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બની ગઈ હતી અને બીજી લહેરમાં ઘણા લોકો આ મહામારીથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. એટલું જ નહીં નિદાન અને સારવારની અપૂરતી સુવિધાના કારણે લોકો માનસિક અને આર્થિક રીતે પડી ભાંગ્યા છે. આ સંજોગોમાં કોરોનાની આડઅસરથી થતાં મ્યુકરમાઈકોસિસ નામના રોગથી નાગરિકો સામે નવો પડકાર ઊભો થયો છે.

મ્યુકોરમાઇકોસિસ રોગની સારવારમાં વપરાતા ઇન્જેક્શનની કાળાબજારી કરતા ચાર શખ્સો ઝડપાયા
મ્યુકોરમાઇકોસિસ રોગની સારવારમાં વપરાતા ઇન્જેક્શનની કાળાબજારી કરતા ચાર શખ્સો ઝડપાયા

By

Published : May 20, 2021, 7:56 PM IST

Updated : May 20, 2021, 9:40 PM IST

  • મ્યુકોરમાઇકોસિસ રોગની સારવારમાં વપરાતા ઇન્જેક્શનની કાળાબજારી થઇ
  • બજાર કરતા ઉંચા ભાવે વેચતા હતા ઇન્જેક્શન
  • એમફોટેરીસીન બી ઇન્જેક્શનની કાળાબજારી કરતા 4 ઝબ્બે
  • 80 હજારના 8 ઇન્જેક્શન સાથે 4 આરોપીની ધરપકડ

અમદાવાદઃ અત્યંત ઝડપથી પ્રસરી રહેલા મ્યુકોરમાઇકોસિસ રોગના ભરડામાં હજારો નાગરિકો આવ્યા છે અને રોગને નાથવા માટે જરૂરી એમ્ફોટેરીસીન બી નામના ઈન્જેક્શનની ભારે તંગી ઊભી થઈ છે. આવી પરિસ્થિતિમાં પણ કેટલાક લોકો કાળાં બજાર કરી રહ્યા છે. ડ્રગ ઇન્સ્પેક્ટર અને ક્રાઇમ બ્રાન્ચે મ્યુકોરમાઈકોસિસનાં ઇન્જેક્શનનાં કાળાં બજાર કરતા પાંચ શખ્સની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે પ્રજ્ઞેશ પટેલ અને સ્મિત રાવલ નામના બે શખ્સો મ્યુકોરમાઈકોસિસ રોગ માટે આપવામાં આવતા એમ્ફોટેરીસીન બી નામના ઇન્જેક્શન બજાર કિંમત કરતાં ઊંચા ભાવે વેચાણ કરી રહ્યા છે.

80 હજારના 8 ઇન્જેક્શન સાથે 4 આરોપીની ધરપકડ

આ પણ વાંચોઃ વડોદરા ક્રાઇમબ્રાંન્ચએ ગોત્રી હોસ્પિટલ માંથી રેમડેસીવીરની કાળાબજારી કરતા આરોપી ઝડપી પડ્યા

ક્રાઇમ બ્રાન્ચે છટકું ગોઠવીને કુલ 4 આરોપીઓની ધરપકડ કરી

ક્રાઇમ બ્રાન્ચે છટકું ગોઠવીને કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે પ્રજ્ઞેશ પટેલ, વશિષ્ઠ પટેલ, નીરવ પંચાલ, અને સ્મિત રાવલ નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આરોપીઓ હાર્દિક પટેલ નામના વ્યક્તિ પાસેથી આ ઇન્જેક્શન લાવ્યા હતા.

80 હજારના 8 ઇન્જેક્શન સાથે 4 આરોપીની ધરપકડ

આ પણ વાંચોઃ જૂનાગઢના કેશોદમાં રેમડેસીવીર ઈન્જેકશનની કાળા બજારી

આરોપીઓ 314.86 રૂપિયાનું ઈન્જેક્શન 10 હજારમાં વેચતા હતા

ઇન્જેક્શનની બજાર કિંમત રૂપિયા 314.86 છે અને આરોપીઓ 10 હજાર રૂપિયામાં વેચતા હતા. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને કોને કોને અને કેટલી કિંમતે વેચ્યા છે તે અંગે વધુ તપાસ શરૂ કરી છે. જ્યારે અન્ય કોઈ જગ્યાએ ઇન્જેક્શનનો સંગ્રહ કર્યો છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.

મ્યુકોરમાઇકોસિસ રોગની સારવારમાં વપરાતા ઇન્જેક્શનની કાળાબજારી થઇ
Last Updated : May 20, 2021, 9:40 PM IST

ABOUT THE AUTHOR

...view details