અમદાવાદઃ GMDC ગ્રાઉન્ડમાં ક્રિકેટ રસિયાઓએ સોશિયલ ડિસ્ટેન્સના ધજાગરા ઉડાવ્યા હતા. આ ગ્રાઉન્ડમાં અંદાજે 200 જેટલા લોકો ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા. જેથી પેટ્રોલિંગ પર આવેલી પોલીસે તમામ લોકોને મેદાનમાંથી ખસેડ્યા હતા.
ક્રિકેટ રસિયાઓ મેચ રમવા માટે GMDC ગ્રાઉન્ડમાં એકઠા થયા અને ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે લોકો રવિવારના દિવસે ક્રિકેટ મેચ રમવા ભેગા થયા હતા. આ ક્રિકેટ રસિકોમાં સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું નહીં અને માસ્ક પણ પહેર્યા વગર જ ટોળામાં ક્રિકેટ રમી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ લોકો શનિવાર અને રવિવારે વહેલી સવારથી ક્રિકેટ રમવા ભેગા થાય છે, ત્યારે રવિવારે 200થી વધુ ક્રિકેટ રસિકો ક્રિકેટ મેચ રમતા દેખાયા હતાં. જેને પોલીસે ખસેડ્યા હતા.
ક્રિકેટ રસિયાઓ મેચ રમવા માટે GMDC ગ્રાઉન્ડમાં એકઠા થયા અને ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
ઉલ્લેખનીય છે કે, કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સમગ્ર રાજ્યમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં પોશ વિસ્તારમાં નિયમોના ધજાગરા ઉડ્યા છે. GMDC ગ્રાઉન્ડ પર લોકોની ભારે ભીડ જોવા મળી છે. રવિવારના લોકો ક્રિકેટ રમવા એકઠા થયા હતા. કોરોનાના વધતા કેસ સામે લોકો બેદરકાર જોવા મળી રહ્યાં છે. રિવરફ્રન્ટ, ઉસ્માનપુરા દરગાહ બાદ GMDCના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે.