- ત્રિરંગાને શરીર પર ચિત્રિત કરી અરુને લીધી વેક્સિન
- લોકોને વેક્સિન લેવા અપીલ
- અમદાવાદના કુબેરનાગરમાં રહે છે અરુન
અમદાવાદ: કુબેરનગરમાં રહેતો અરુણ હરિયાણવી ક્રિકેટનો મોટો ફેન છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ( narendra modi stadium ) ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે યોજાયેલી મેચમાં તે સંપૂર્ણ શરીર પર તિરંગો ચિતરાવીને મેચ જોવા આવતો હતો. તે ભારતીય ટીમને સપોર્ટ કરતો સાથે-સાથે ભારત અને ઇંગ્લેન્ડની ફ્રેન્ડશિપની વાત કરતો હતો. ત્યારે હવે તેને આગવા અંદાજમાં કોવિડ વેક્સિન ( covid vaccine ) પણ લીધી છે.
ઘરેથી ત્રિરંગા સાથે વેક્સિનેશન સેન્ટર પહોંચ્યો અરુન
અગાઉ અરુન સી પ્લેનના ઉદ્ઘાટનમાં પણ આવા જ અંદાજમાં જોવા મળ્યો હતો. મેચ વખતે પણ તેણે કોરોના મહામારી વિશે લોકોને જાગૃત કરવા પેઇન્ટિંગ કરાવ્યું હતું. હવે તેને આગવા અંદાજમાં કોવિડ વેક્સિન પણ લીધી છે. તે જ સ્વરૂપમાં તેણે શરીર પર ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ચિતરાવીને લોકોને વેક્સિન લેવા સંદેશો આપ્યો છે. પોતાના ઘરેથી નીકળીને વેક્સિનેશન સેન્ટર (vaccination center ) સુધી તિરંગો ફરકાવીને તે પહોંચ્યો હતો.