અમદાવાદઃ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ છેલ્લા કેટલાય દિવસોથી કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી રહ્યા છે, તો બીજી તરફ પ્રવાસ કરી દરેક ગામે-ગામ તેમજ અલગ-અલગ જિલ્લાઓમાં જઈને કાર્યકર્તાઓને પડી રહેલી સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવવો તે અંગે ચર્ચા વિમર્શ કરી રહ્યા છે, ત્યારે સી.આર.પાટીલ ભાજપમાં પ્રમુખ બન્યા બાદ પ્રથમ વખત વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય જે પાલડી ખાતે આવેલું છે, તેની મુલાકાત માટે પહોંચ્યા હતા.
અમદાવાદઃ સી.આર. પાટીલે પાલડી સ્થિત VHP કાર્યાલયની મુલાકાત લીધી, કાર્યકર્તાઓ સાથે કરી બંધ બારણે બેઠક - Vishwa Hindu Parishad
ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સી.આર.પાટીલ પ્રથમ વખત પાલડી સ્થિત વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય પહોંચ્યા હતા, જ્યાં કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આરતી કર્યા બાદ સીઆર પાટીલે બંધ બારણે કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી.
સી.આર. પાટીલે પાલડી સ્થિત VHP કાર્યાલયની મુલાકાત લીધી
ભાજપના નેતા ગોરધન ઝડફિયા, ભાજપ પ્રવક્તા સહિતના નેતાઓ સાથે સી આર પાટીલ કાર્યાલય પહોંચ્યા હતા, જ્યાં તેમને VHP કાર્યકર્તાઓ સાથે ઈષ્ટ દેવની આરતી કરી હતી. ત્યારબાદ સી.આર. પાટીલે બંધબારણે કાર્યકર્તાઓ સાથે બેઠક પણ કરી હતી.
મહત્વની વાત છે કે, નિયત સમય કરતાં બે કલાક મોડા આવનારા સી આર પાટીલ અને ગોરધન ઝડફિયાએ VHPના કાર્યકર્તાઓ સાથે આશરે એક કલાક સુધી બંધબારણે બેઠક કરી હતી. ત્યારે સી.આર. પાટીલની નવી રણનીતી અંગે ચર્ચા થઈ હોય તેવું વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું છે.