- કાલુપુર રેલવે સ્ટેશન ખાતે કોરોના વેક્સિન સેન્ટર શરૂ કરાયુ
- રેલવે સ્ટાફ, પ્રવાસીઓ અને કુલીઓને કોરોના વેક્સિન સેન્ટર પર અપાઈ રહી છે વેક્સિન
- છેલ્લા 4 દિવસમાં 76 સ્ટાફ, 62 કુલી, 80 વેન્ડર, 95 સફાઇકર્મીઓ અને 265 પ્રવાસીઓએ કોરોના વેક્સિન લીધી
અમદાવાદ: કોરોનાના વધતા વ્યાપને ધ્યાનમાં રાખીને તેને અટકાવવા સરકાર દ્વારા સાર્વત્રિક રસીકરણ (covid vaccination drive) શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ( kalupur railway station ) પર પણ વેક્સિન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. રેલવેના કર્મચારીઓ ઉપરાંત વેન્ડર્સને અને પ્રવાસીઓ માટે પણ અહીં કોરોનાની રસી ઉપલબ્ધ છે. રેલવે સાથે સંકળાયેલા 600 જેટલા લોકોને અહીં વેક્સિનનો લાભ મળશે.
સરળ , સુરક્ષિત અને મફત કોરોના વેક્સિન
છેલ્લા 4 દિવસમાં અહીં અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ( kalupur railway station )ના 76 સ્ટાફ મેમ્બર, 62 કુલી, 80 વેન્ડર, 95 સફાઇકર્મીઓ અને 265 પ્રવાસીઓએ કોરોના વેક્સિન લીધી છે. કુલીઓએ જણાવ્યું હતું કે, વેક્સિનને લઈને ઘણી બધી ગેરમાન્યતાઓ છે, પરંતુ વેક્સિન લીધા બાદ તમામ ગેરમાન્યતાઓ ખોટી સાબિત થઇ હતી. તેમને પણ હવે પોતાના સાથી કર્મચારીઓ તેમજ આસપાસના લોકોને વેક્સિન લેવા અપીલ કરશે. વેક્સિન ખરેખર સુરક્ષિત છે.