ગુજરાત

gujarat

ETV Bharat / city

રથયાત્રામાં Covid Guide lines પાલન જરૂરી : જગન્નાથના ભક્તો - રથયાત્રા 2021

રાજ્ય સરકાર દ્વારા ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાને ( 144th Rathyatra ) મંજૂરી આપી દેવામાં આવી છે. મંદિર તંત્ર દ્વારા તેમજ પોલીસ દ્વારા પણ તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રથયાત્રાની મંજૂરી મળતા જગન્નાથ મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તો તેમજ તેમના મોસાળ સરસપુરવાસીઓ અને કોટ વિસ્તારમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી.

રથયાત્રામાં Covid Guide lines પાલન જરૂરી : જગન્નાથના ભક્તો
રથયાત્રામાં Covid Guide lines પાલન જરૂરી : જગન્નાથના ભક્તો

By

Published : Jul 8, 2021, 10:29 PM IST

● રાજ્ય સરકાર દ્વારા 144 મી રથયાત્રાને ( 144th Rathyatra )મંજૂરી

● જગન્નાથના ભક્તોએ વધાવી સરકારની જાહેરાત

● કોરોનાને લઈને નિયમોનું પાલન જરૂરી : જગન્નાથના ભક્તો

શું છે કોરોનાને લઈને રથયાત્રાના નિયમો ?



અમદાવાદઃ અમદાવાદમાં કોરોના નહિવત છે. ત્યારે સરકારે કેટલાક નિયમો અંતર્ગત રથયાત્રા ( 144th Rathyatra ) કાઢવા મંજૂરી આપી છે. જેમાં સૌપ્રથમ રથયાત્રામાં ફક્ત 200 માણસો જોડાઈ શકશે. રથયાત્રામાં ટ્રક, ભજન મંડળીઓ, અખાડા અને ગજરાજોને પરમીશન આપવામાં આવી નથી. જાહેર જનતા પણ રથયાત્રામાં જોડાઇ શકશે નહીં. રથયાત્રાના રૂટ પર કલમ 144 અંતર્ગત કરફ્યુ લાગશે. રથયાત્રા તેના અડધા સમયમાં પૂર્ણ કરીને નિજમંદિર લવાશે. તેમજ સરકારના નિયમોનું ઉલ્લંઘન કરનાર ઉપર નિયમ મુજબની કાર્યવાહી પણ કરવામાં આવશે.

મોસાળ સરસપુરવાસીઓ અને કોટ વિસ્તારમાં ખુશીની લહેર છવાઈ ગઈ
સરકારનો નિર્ણય યોગ્ય : જગન્નાથના ભક્તોજગન્નાથ મંદિર ખાતે ભક્તોએ જણાવ્યું હતું કે રથયાત્રા ( 144th Rathyatra ) નીકળવાને લઈને સરકારે જે નિર્ણય લીધો છે, તે હકારાત્મક અને યોગ્ય છે. તેઓ ઘરે બેસીને જ ટેલિવિઝન અને ઈન્ટરનેટના માધ્યમથી ભગવાનની રથયાત્રા નીકળે છે તેમ જ ભગવાનના દર્શન કરશે. તેનું ચોક્કસપણે માનવું છે કે કોરોનાની બીજી લહેરમાં જે હાહાકાર ફેલાયો હતો તેને જોતાં આ પ્રકારના નિર્ણય અપેક્ષા હતી.આ પણ વાંચોઃ 144 Rathyatra મંજૂરી મળ્યા બાદ ETV Bharat ની જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સાથે ખાસ વાતચીત

આ પણ વાંચોઃ રથયાત્રામાં કોરોના ગાઈડલાઇનો ભંગ કરનારા વિરુદ્ધ થશે કડક કાર્યવાહી: પ્રદીપસિંહ જાડેજા

ABOUT THE AUTHOR

...view details