અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા અઢી મહિનાથી કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. શરૂમાં ટેસ્ટિંગ વધ્યું હતું. પણ છેલ્લા પાંચ દિવસથી ટેસ્ટિંગમાં ઘટાડો થઈ રહ્યો છે, તેમ છતાં કેસ વધી રહ્યાં છે. ગુજરાત સરકાર કહી રહી છે કે, ટેસ્ટિંગ દરરોજ પાંચ હજારની ઉપર થઈ રહ્યાં છે, પણ હકીકત જુદી છે. અન્ય રાજ્યોની સરખામણીએ ટેસ્ટિંગ ઓછા થાય છે, તેમ છતાં અત્યાર સુધી ગુજરાત કોરોનાના કુલ કેસની સંખ્યા દ્રષ્ટિએ બીજા પછી ત્રીજા નંબરે હતું. બીજી તરફ રાજ્ય સરકારે લૉકડાઉન હળવું કરી દીધું છે. ગુજરાતમાં હાલ કેન્ટઈટમેન્ટ ઝોનમાં જ લૉકડાઉનનો અમલ છે. અને પહેલી જૂનથી ગુજરાતમાં લૉકડાઉન-5 વધુ હળવું કરવાના મૂડમાં રાજ્ય સરકાર છે.
ગુજરાતમાં 5 દિવસથી કોવિડ-19ના ટેસ્ટ ઘટી રહ્યાં છે, પોઝિટિવ કેસ વધી રહ્યાં છે… શું કારણ? ગુજરાત સરકાર પહેલી જૂનથી લૉકડાઉન ઢીલું કરવા જઈ રહી છે, તે અગાઉ રાજ્ય સરકાર ટેસ્ટિંગ ધીમે ધીમે ઘટાડી રહી છે. કોરોના ટેસ્ટ ખાનગી લેબને કરવા દેવા માટેની મંજૂરી આપવા માટે અમદાવાદ મેડિકલ એસોસિએશને રજૂઆત કરી છે. ગુજરાત હાઈકોર્ટે પણ રાજ્ય સરકારને કહ્યું છે કે, વધુમાં વધુ ટેસ્ટ થવા જોઈએ. જેથી કરીને લક્ષણ વગરના કોરોના દર્દી હોય તો બીજાને ચેપ ફેલાય નહી, અને ત્યાં અટકી જાય. હાઈકોર્ટના કહ્યા મુજબ વધુમાં વધુ લોકોના ટેસ્ટ થશે તો કોરોના વધુ ફેલાતો અટકશે. પણ રાજ્ય સરકારે હાઈકોર્ટને જણાવ્યું હતું કે, રોજના પાંચ હાજર ટેસ્ટ થઈ રહ્યા છે. પણ છેલ્લા પાંચ દિવસથી ટેસ્ટની સંખ્યા ઘટતી જઈ રહી છે, જે રાજ્ય માટે ચિંતાનું કારણ છે.
ગુજરાતમાં 5 દિવસથી કોવિડ-19ના ટેસ્ટ ઘટી રહ્યાં છે, પોઝિટિવ કેસ વધી રહ્યાં છે… શું કારણ? છેલ્લા પ દિવસથી ઓછા થતાં ટેસ્ટતારીખ ટેસ્ટ કેસ24 મે, 2020 4801 39425 મે, 2020 3492 40526 મે, 2020 2952 36127 મે, 2020 4550 37628 મે, 2020 4185 367ઉપરના ટેબલ પરથી સમજાય છે કે, ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટની સંખ્યા ઘટતી જઈ રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા એવો દાવો કરાઈ રહ્યો છે કે ICMRની ગાઈડલાઈન્સ અનુસાર ટેસ્ટિંગ થઈ રહ્યા છે. પણ આ ગાઈડલાઈન્સમાં ટેસ્ટિંગ ઓછા કરવા તેવું હોય તો તે જાહેર કરવું જોઈએ. ખાનગી હોસ્પિટલોની લેબને કોરોના ટેસ્ટ કરવા પરવાનગી આપવી જોઈએ. જેથી સાચી સ્થિતિની ખબર પડે. જો કે સરકારને એક ચિંતા છે કે ટેસ્ટિંગ વધારીશું, તો પોઝિટિવ કેસોની સંખ્યા વધી જશે, અને આ તમામને સારવાર કયા આપીશું. બીજી તરફ સરકારે એમ પણ કહ્યું હતું કે, લક્ષણો ન હોય તેવા લોકો ટેસ્ટ કરવા આવે તો તેમના ટેસ્ટ કરવા નહી. ત્રીજી તરફ સરકારે કહ્યું કે કોરોના પોઝિટિવ હોય અને 10 દિવસની સારવાર પછી કોરોનાનો ટેસ્ટ કરાવ્યા વગર તેને રજા આપી દેવાની. રાજ્ય સરકારને કોણ ગેરમાર્ગે દોરી રહ્યું છે. ખરેખર તો જેમ વધારે ટેસ્ટ થશે તેમ ગુજરાત પરથી કોરોના વાઈરસનો ખતરો ટળશે. તેવા પોઝિટિવ વિચાર સાથે જ ટેસ્ટ થવા જોઈએ. ગુજરાતમાં 5 દિવસથી કોવિડ-19ના ટેસ્ટ ઘટી રહ્યાં છે, પોઝિટિવ કેસ વધી રહ્યાં છે… શું કારણ? કેટલીય સરકારી હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ, કન્ટેઈન્ટમેન્ટ ઝોન વિસ્તારની સોસાયટીના રહીશો ઈચ્છી રહ્યા છે કે અમારો ટેસ્ટ થાય. પણ ટેસ્ટ થતો નથી. અમદાવાદની કેન્સર હોસ્પિટલ અને એલજી હોસ્પિટલના મેડિકલ સ્ટાફે તો કોરોના ટેસ્ટ કરાવવા માટે રીતસરના દેખાવો અને ધરણા કરવા પડ્યા હતા. મીડિયામાં આ વાત આવી પછી તેમના ટેસ્ટ રીપોર્ટ થયા. કેટલાય લોકો સામેથી કહી રહ્યાં છે કે અમારો ટેસ્ટ થાય, પણ તંત્ર ટેસ્ટ કરવા તૈયાર નથી. ગુજરાત હાઈકોર્ટમાં સરકારે એમ કહ્યું હતું કે જો ટેસ્ટ વધારીએ તો 70 ટકા વસતીના કેસ પોઝિટિવ આવે! તે સમયે ગુજરાત હાઈકોર્ટે સરકારને ટપારી હતી કે તેના આધારે તંત્ર ટેસ્ટ ના કરે કે ઓછા કરે તે ના ચાલે. તેમ છતાં ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી ટેસ્ટિંગ ઘટી રહ્યા છે. આ અગાઉ કોંગ્રેસ દ્વારા પણ માંગ ઉઠી હતી, કે ટેસ્ટિંગ વધુમાં વધુ કરાય, પણ રાજ્ય સરકારે તેની ગતિએ જ કામ કરી રહી છે.
ખાનગી હોસ્ટિપલની લેબમાં કે ખાનગી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટને પરવાનગી આપવામાં આવશે તો ટેસ્ટિંગ વધી જશે. અને સમયસર ખબર પડશે કે પોઝિટિવ છે, તો તેની સારવાર કરાવે, અને હોમ કવોરેન્ટાઈન થઈ જશે, આથી તે વધુ ચેપ ફાવશે નહી. આમ થશે તો ગુજરાત પરથી મોટો ખતરો ટળી જશે.
ગુજરાતમાં કોરોના અંગેના છેલ્લા આંકડાકીય માહિતી
ગુજરાતમાં અત્યાર સુધીમાં 1,98,048 ટેસ્ટિંગ થયા છે. જેમાંથી એક્ટિવ કેસ 6611 છે, વેન્ટિલેટર પર 76 કેસ છે, અન સ્ટેબલ દર્દીઓ 6535 છે. કોરોનાથી સાજા થયેલા 8001 દર્દીઓને ડિસ્ચાર્જ અપાયો છે. ગુજરાતમાં 28 મે સુધીમાં કુલ મૃત્યુઆંક 960 છે. જિલ્લાઓમાં કુલ 3,13,729 વ્યક્તિઓ કવોરેન્ટાઈન થયેલા છે, જે પૈકી 3,05,443 વ્યક્તિઓ હોમ કવોરેન્ટાઈન છે અને 8,286 વ્યક્તિઓ ફેસીલિટી કવોરેન્ટાઈન છે.
ભરત પંચાલ, બ્યૂરો ચીફ, અમદાવાદ