ગુજરાત

gujarat

ETV Bharat / city

46 વર્ષની વયે પહેલી વાર જન્મદિવસની કેક કાપી અને એ પણ સિવિલ હોસ્પિટલમાં... - અમદાવાદ કોરોના અપડેટ

જન્મદિવસે જ દર્દી સાજો થઇ હોસ્પિટલમાંથી રજા મેળવે અને જન્મદિવસની ઉજવણી કર્યા બાદ વિદાય લે તો કેવું લાગે...સોમવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તરૂલતાબેન ભીલ સાથે આવું જ બન્યું.

covid-19 patient Celebrated birthday at Civil Hospital
46 વર્ષની વયે પહેલી વાર જન્મદિવસની કેક કાપી અને એ પણ સિવિલ હોસ્પિટલમાં

By

Published : Jun 1, 2020, 10:26 PM IST

અમદાવાદઃ તરૂલતાબેનના જન્મદિવસે કેક લાવીને ડૉક્ટર્સ, નર્સ અને અન્ય સ્ટાફ દ્વારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. 46 વર્ષના જીવનમાં પ્રથમ વખત આજે જન્મદિવસની કેક કાપીને ઉજવણી કરી હતી, જે તેઓના સમગ્ર જીવનકાળનો યાદગાર પ્રસંગ બની જવા પામ્યો છે. તરૂલતાબેને જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં દર્દીની ખૂબ જ સારસંભાળ રાખવામાં આવે છે. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્વચ્છતા પણ ખૂબ રાખવામાં આવે છે. તેમજ અહીંના ડૉક્ટર્સ, નર્સ અને અન્ય સફાઈકર્મીએ દિલથી અમારી કાળજી રાખે છે.

46 વર્ષની વયે પહેલી વાર જન્મદિવસની કેક કાપી અને એ પણ સિવિલ હોસ્પિટલમાં

સિવિલ હોસ્પિટલના ડૉક્ટર્સની મહેનત અને ભગવાનની કૃપાના લીધે તેમને આજે પુનઃ જન્મ મળ્યો છે. સિવિલ હોસ્પિટલની શ્રેષ્ઠ સારવાર, સવારે નાસ્તો, બપોર અને રાત્રે જમવાનું, જ્યુસની વ્યવસ્થા, રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય તે માટે દવાઓ અને ડોક્ટર્સ-સ્ટાફના હકારાત્મક અભિગમને પણ તેઓએ બિરદાવ્યો હતો.

કોવિડ-19 સિવિલના નોડલ ઓફિસ ડૉ.કાર્તિકેય પરમાર તરૂલતાબેનના કેસની વિગત આપતા જણાવ્યું હતું કે, તરૂલતાબેનને તાવ, ઉધરસ અને શ્વાસ લેવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ થયા હતા. ત્યારબાદ ગંભીર લક્ષણો જણાઇ આવતા તેમને આઇ.સી.યુ.માં દાખલ કરવામાં આવ્યા હતા. તે દરમિયાન તેમના ફેફસામાં સોજાનું પ્રમાણ એટલે કે આઇ.એલ.6નું પ્રમાણ એકાએક વધી જતાં તેમને ટોસિલીઝુમેબ ઇન્જેકશન આપવાની જરૂરિયાત ઉભી થઇ હતી. જે આપ્યા બાદ તરૂલતાબેનની સ્વાસ્થ્યની સ્થિતિ સામાન્ય બની હતી. છેલ્લા 7-8 દિવસ કોઇપણ લક્ષણો ન જણાતા તેમને રજા આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details