ગુજરાત

gujarat

ETV Bharat / city

રેમેડીવીર ઇન્જેક્શનના વિતરણ અંગે પોલીસની કાર્યવાહી પર કોર્ટની નારાજગી - કહ્યું કે મુખ્ય વિતરકની તપાસ કેમ નથી થતી? - police action over distribution of Remedivir injections

કોરોનાની બીજી લહેર દરમિયાન બનાવટી રેમડેસીવીર ઇન્જેક્શનની વહેચણી સાથે ઝડપાયેલા આરોપી વિરુદ્ધ પાસા લગાડતા સોમવારે ગુજરાત હાઇકોર્ટમાં આ મુદ્દે સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણીમાં ન્યાયાધીશ પરેશ ઉપાધ્યાયની ખંડપીઠે પોલીસને સવાલોના ઘેરામાં લીધા હતા.

રેમેડીવીર ઇન્જેક્શનના વિતરણ અંગે પોલીસની કાર્યવાહી પર કોર્ટની નારાજગી - કહ્યું કે મુખ્ય વિતરકની તપાસ કેમ નથી થતી?
રેમેડીવીર ઇન્જેક્શનના વિતરણ અંગે પોલીસની કાર્યવાહી પર કોર્ટની નારાજગી - કહ્યું કે મુખ્ય વિતરકની તપાસ કેમ નથી થતી?

By

Published : Aug 10, 2021, 9:28 AM IST

Updated : Aug 10, 2021, 10:41 AM IST

  • જુદા જુદા જિલ્લામાં અલગ અલગ પાસા લગાડતા કોર્ટે નારાજગી વ્યક્ત કરી
  • માર્ચ મહિનામાંં આપણે કેવી પરિસ્થિતિમાંથી પસાર થયા તે જાણીએ છીએ
  • કોર્ટે રાજ્ય સરકારને ઇન્જેક્શનની વહેચણી ઉપર ચોક્કસ નીતિ બનાવવા આદેશ

અમદાવાદ: કોરોનાની બીજી લહેર દરમિયાન ડુબલીકેટ રેમડેસીવીર ઇન્જેક્શનની વહેચણી સાથે ઝડપાયેલા આરોપી વિરુદ્ધ પાસા લગાડતા સોમવારે ગુજરાત હાઇકોર્ટમાં આ મુદ્દે સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન નામદાર હાઈકોર્ટે પોલીસ ઉપર નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, જે વ્યક્તિને ઇન્જેક્શન મળ્યા માત્ર તેની સામે જ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પરંતુ તેને ઈન્જેકશન કોણે આપ્યા તેની તપાસ કેમ કરવામાં નથી આવી? વધુમાં કોર્ટે રાજ્ય સરકારને ઇન્જેક્શનની વહેચણી ઉપર ચોક્કસ નીતિ બનાવવા આદેશ કર્યો છે.

અચાનક બે પોલીસ સ્ટેશનમાં એક જ પ્રકારની ઘટના કઈ રીતે થઈ ?

કોરોનાની બીજી લહેર દરમિયાન રેમડેસીવીરની અછતને કારણે માર્ચ-એપ્રિલના સમયમાં ઇન્જેક્શનની કાળાબજારીના ઘણા કિસ્સાઓ જોવા મળ્યા હતા. આ સમય દરમિયાન ઇન્જેક્શન ન મળતા હોવાથી લોકોમાં તેની માંગમાં સતત વધારો થઈ રહ્યો હતો. ત્યારે ડુબલીકેટ રેમડેસીવીર સાથે ઝડપાયેલા આરોપી સામે સોમવારે નામદાર હાઈકોર્ટમાં સુનાવણી થતાં હાઈકોર્ટે આ મામલે જણાવ્યું હતું કે, આ ફરિયાદ અચાનક 2 પોલીસ સ્ટેશનમાં એક જ પ્રકારની ઘટના કઈ રીતે થઈ ? આ બંને ફરિયાદમાં ફરિયાદી તરીકે ડીસીપીએ જ કેમ બનવું પડ્યું? આમ ન્યાયાધીશ પરેશ ઉપાધ્યાયની ખંડપીઠે પોલીસને સવાલોના ઘેરામાં લીધા હતા. આ સવાલ દરમિયાન કોર્ટે નોંધ્યું હતું કે, શું બીજું કોઈ જાણતું ન હતું કે પછી સરકારની અવ્યવસ્થા છુપાવવા માટે આવા કેસ કરી લોકોનું ધ્યાન બીજી તરફ દોરવાનો આશય હતો?

આ પણ વાંચો:હાઇકોર્ટે સરકારને પૂછ્યુ કે, બાળકોને કેમ બગાડી રહ્યા છો?

પાસા લગાડવા ચોક્કસ યુનિફોર્મ નીતિ બનાવો

કોર્ટે આ અહીં નોંધ્યું હતું કે, સો વર્ષમાં સૌથી ખરાબ મહામારીમાંથી આપણે દિવસો પસાર કર્યા છે. સરકારના ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ જવાબ આપવો પડશે કે અલગ અલગ જિલ્લામાં પાસા માટેની પોલીસની નીતિ કેમ બદલાઈ જાય છે? શુક્રવારે વડોદરા CPએ આવા જ એક કેસમાં ડોક્ટર સામે પાસા ન કરવા માટે આગ્રહ કર્યો અને સોમવારે તેમના મૂળ આ કેસના આરોપી માટે કેમ બદલાઈ ગયો? વધુમાં કોર્ટે નોંધ્યું હતું કે, આરોપી 3.5 મહિનાથી જેલમાં છે. જેમાં તેઓએ પૈસાની લેવડ-દેવડ બાકી હોવાથી ઇન્ડિયન માટે ઓફર કરતાં તેઓ ડિકોય દરમિયાન ઝડપાઇ ગયા હતા અને ઇન્જેક્શન મળી આવ્યા હતા.

Last Updated : Aug 10, 2021, 10:41 AM IST

ABOUT THE AUTHOR

...view details