આ કેસમાં આરોપીઓએ પારિવારિક કામ હોવાથી 1 સપ્તાહના સમયની માંગણી કરી હતી, પરંતુ કૉર્ટે આ માંગણી ફગાવી દેતા આરોપીઓને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે અન્ય એક આરોપી અઝગર અલી હૈદરાબાદ જેલમાં બંધ હોવાથી પોલીસની ટીમ તેને લેવા માટે રવાના થઈ છે.
હરેન પંડ્યા મર્ડર કેસઃ આરોપીઓને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલાયા - GUJARAT
અમદાવાદઃ રાજ્યના પૂર્વ ગૃહપ્રધાન હરેન પંડ્યાની હત્યાના કેસમાં આરોપીઓ સુપ્રીમ કૉર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જેથી દિલ્હી CBIની ટીમને આરોપીઓ દેશ છોડી ભાગી જાય તેવી શંકા હોવાથી અમદાવાદ કૉર્ટમાં અરજી દાખલ કરતાં કૉર્ટે જામીનપાત્ર વોરંટ ઈસ્યુ કર્યુ છે. જેના ભાગરૂપે 9માંથી 8 આરોપીઓને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલાયા છે.
હરેન પંડ્યા મર્ડર કેસઃ આરોપીઓને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલાયા
અમદાવાદ સેસન્સ કૉર્ટે 2007માં હરેન પંડ્યાની હત્યા જેહાદી ષડયંત્રના ભાગરૂપે કરવામાં આવી હોવાની થિયરી ગ્રાહ્ય રાખી 12 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. જેમાં 9ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. મોંહમદ અબ્દુસ રઉફ કાદર, સફીરૂદીન યુસુફ અલી અને શાહનવાઝ ગાંધીએ સજા ભોગવી હોવાથી તેમની સામે કૉર્ટે કાર્યવાહી કરાઈ નથી.
કયા આરોપીઓને સીબીઆઈએ જ્યુડીશિયલ કસ્ટડી મળી?
- કલીમ એહમદ કારીમી
- અનસ માચીસવાલા
- મોંહમદ યુનુસ સરેશવાલા
- રેહાન પુઠાવાલા
- મોંહમદ રિયાઝ
- મોંહમદ પરવેઝ શેખ
- પરવેઝખાન પઠાણ સિદ્ધીકી
- મોંહમદ ફારૂક ઉસ્માનગની
Last Updated : Jul 22, 2019, 5:04 PM IST