ગુજરાત

gujarat

ETV Bharat / city

કોર્ટે ગુજરાત બહાર જવા દેવાની હાર્દિક પટેલની અરજી ફગાવી - જામીન અરજી

કોંગ્રેસ વર્કિંગ કમિટીના પ્રમુખ હાર્દિક પટેલે ફરીવાર ગુજરાત બહાર જવા દેવાની માગ સાથે દાખલ કરાયેલી અરજી અમદાવાદ સીટી સિવિલ અને સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. હાર્દિક પટેલે 12 સપ્તાહ સુધી ગુજરાત બહાર રહેવાની અને જવાની પરવાનગી માગી હતી.

કોર્ટે ગુજરાત બહાર જવા દેવાની હાર્દિક પટેલની અરજી ફગાવી
કોર્ટે ગુજરાત બહાર જવા દેવાની હાર્દિક પટેલની અરજી ફગાવી

By

Published : Sep 25, 2020, 3:12 PM IST

Updated : Sep 25, 2020, 3:36 PM IST

અમદાવાદઃ વર્ષ-2015 રાજદ્રોહ કેસમાં કોટે હાર્દિક પટેલને ગુજરાત બહાર ન જવાની શરતે જામીન મંજૂર કર્યા હતા. જોકે હવે તેમાં ફેરફાર કરાવવા માટે તેણે અમદાવાદ સેશન્સ કોર્ટમાં અરજી કરી છે. હાર્દિક પટેલ તરફથી માંગ કરવામાં આવી છે કે તેને 12 સપ્તાહ સુધી ગુજરાત બહાર જવાની પરવાનગી આપવામાં આવે. નોંધનીય છે કે લગભગ એક મહિના પહેલા પણ હાર્દિક પટેલ દ્વારા આ પ્રકારની અરજી કરવામાં આવી હતી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી.

કોર્ટે ગુજરાત બહાર જવા દેવાની હાર્દિક પટેલની અરજી ફગાવી

હાર્દિક પટેલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી મુદ્દે રાજ્ય સરકારે ભારે વિરોધ કર્યો છે. રાજ્ય સરકાર તરફથી દલીલ કરવામાં આવી છે કે હાર્દિક નિયમોનું પાલન કરતો નથી અને ઘણીવાર મુદ્દો દરમિયાન પણ હાજર રહેતો નથી, જેથી તેને ગુજરાત બહાર જવાની પરવાનગી આપવામાં ન આવે. આ રજૂઆતને લગતી એફિડેવિટ પણ રાજ્ય સરકાર દ્વારા કોર્ટમાં રજૂ કરાઈ હતી.વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન અમદાવાદ અને સમગ્ર રાજ્યમાં જે હિંસાની ઘટના બની હતી તેના બદલે રાજ્ય સરકાર દ્વારા હાર્દિક પટેલ પર રાજદ્રોહનો કેસ લાદવામાં આવ્યો હતો.

કોર્ટે ગુજરાત બહાર જવા દેવાની હાર્દિક પટેલની અરજી ફગાવી
Last Updated : Sep 25, 2020, 3:36 PM IST

ABOUT THE AUTHOR

...view details