અમદાવાદઃ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટે આરોપી અજય પરમારના જામીન ફગાવતા નોંધ્યું કે, આરોપીએ પતિ ચિરાગ પટેલને આપઘાત કરવા માટે દુષ્પ્રેરણ કર્યું હતું અને મૃતક પતિના સ્યૂસાઇડ નોટમાં પણ આ અંગેની કબૂલાત કરવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, આરોપીના તેની પત્ની સાથે આડા સંબંધ હોવાથી તેને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો અને તેના માટે અંતિમ પગલું ભરી રહ્યા છે. કોર્ટે સુસાઇડ નોટને માન્ય રાખતા આરોપીના જામીન ફગાવી દીધા છે.
આડા સંબંધને લીધે આત્મહત્યા દુષ્પ્રેરણ કેસમાં કોર્ટે જામીન ફગાવ્યા
અમદાવાદ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટે આરોપી અજય પરમારના જામીન ફગાવતા નોંધ્યું કે, આરોપીએ પતિ ચિરાગ પટેલને આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણ કર્યું હતું અને મૃતક પતિના સુસાઇડ નોટમાં પણ આ અંગેની કબૂલાત કરવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, આરોપીના તેની પત્ની સાથે આડા સંબંધ હોવાથી તેને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો અને તેના માટે અંતિમ પગલું ભરી રહ્યા છે. કોર્ટે સ્યૂસાઇડ નોટને માન્ય રાખતા આરોપીના જામીન ફગાવી દીધા છે.
કોર્ટે જામીન ફગાવ્યા
આ સમગ્ર કેસની વિગત એવી છે કે, જુલાઈ મહિનામાં આરોપીના મૃતકની પત્ની સાથે આડા સંબંધ હોવાથી તેના પતિને મહિલાને છોડી દેવા કહ્યું હતું અને તેને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. જેથી મૃતકે આપઘાત કરી લીધો હતો. આપઘાતના બનાવ બાદ મૃતકના પરિવારજનો દ્વારા સ્યૂસાઇડ નોટના આધારે આરોપી સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.