ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરાથી મુંબઈ Express Highwayના જમીન સંપાદન મામલે ચાર ગણાં વળતર ચૂકવવા Highcourt નો આદેશ - નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા

વડોદરાથી મુંબઇ સુધીના કેન્દ્ર સરકારના Express Highway બનાવવાના પ્રોજેક્ટ મામલે આજે ( Highcourt ) હાઈકોર્ટે મહત્વનો આદેશ કર્યો હતો. વર્ષ 2016 થી 2018 સુધીમાં જમીન સંપાદન કરવા મામલે કોર્ટે આજે મહત્વનો ચૂકાદો આપ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે સરકારે વડોદરા શહેર આસપાસના ગામોમાં નિયમ પ્રમાણે ચાર ગણું વળતર ચૂકવવાને બદલે માત્ર બે ગણું વળતર ચૂકવી દેતા 330 થી વધુ ખેડૂતોએ ન્યાય માટે હાઈકોર્ટનું શરણ લીધી હતી. જેમાં કોર્ટે સરકારને ચાર ગણું વળતર વ્યાજ સહિત ચૂકવવા આદેશ કર્યો હતો.

વડોદરાથી મુંબઈ Express Highwayના જમીન સંપાદન મામલે ચાર ગણાં વળતર ચૂકવવા Highcourt નો આદેશ
વડોદરાથી મુંબઈ Express Highwayના જમીન સંપાદન મામલે ચાર ગણાં વળતર ચૂકવવા Highcourt નો આદેશ

By

Published : Jul 13, 2021, 6:49 PM IST

  • વડોદરા જમીન સંપાદન મામલે નામદાર હાઇકોર્ટનો મહત્વનો ચૂકાદો
  • કોર્ટે 330 થી વધુ ખેડૂતોને ચાર ગણું વળતર ચૂકવવા આદેશ
  • ત્રણ અઠવાડિયામાં વળતર ચૂકવવા કર્યો આદેશ
  • શું કહે છે ખેડૂતોના પક્ષ મુકનાર એડવોકેટ આનંદ યાજ્ઞિક?

અમદાવાદઃETV ભારત સાથે વાતચીત કરતાં એડવોકેટ આનંદ યાજ્ઞિકે જણાવ્યું હતું કે વર્ષ 2016 - 2018 વચ્ચે વડોદરાથી મુંબઈ સુધી Express Highway ડેવલપ કરવા માટે સરકારે વડોદરાના આસપાસના ગામોની જમીન સંપાદન કરી. નિયમ પ્રમાણે સરકારે ગામડાઓની જમીન સંપાદન કરતી વખતે ચાર ગણું વળતર આપવાનું હોય છે. પરંતુ સરકારે વડોદરા શહેર આસપાસના ગામોને શહેરના વિસ્તાર તરીકે ગણી માત્ર બે ગણું વળતર ચૂકવ્યું. જેના કારણે અહીંના લોકોએ કોર્ટમાં રજૂઆત કરી અને કોર્ટે સરકારને ત્રણ અઠવાડિયામાં 800 કરોડ વળતર તરીકે અને વ્યાજ સહિત કુલ 1600 કરોડ રૂપિયા ચૂકવવા આદેશ કર્યો છે.

વર્ષ 2016 થી 2018 સુધીમાં જમીન સંપાદન કરવા મામલે કોર્ટે આજે મહત્વનો ચૂકાદો આપ્યો છે

સરકારે કોર્ટમાં વળતર ચૂકવવા સમય માગ્યો
મહત્વનું છે કે કોર્ટે 800 કરોડ વ્યાજ વિના અને વ્યાજ સહિત 1600 કરોડ રૂપિયા ચૂકવવા સરકારને આદેશ કરતાં સરકારે કોર્ટમાં રજૂઆત કરી હતી કે તેમને આ રકમ ચૂકવવા ત્રણ અઠવાડિયાથી વધુનો સમય આપવામાં આવે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે ત્રણ અઠવાડિયાની અંદર પૈસા ચૂકવવા મુશ્કેલ છે. કારણ કે, અમારે મિનિસ્ટ્રીમાંથી એના માટે માગણી કરવી પડે ત્યારે જઈને પૈસા મળશે. જો અમે ત્રણ અઠવાડિયાની અંદર પૈસા ન ચૂકવી શકીએ તો અમારા ઉપર કોર્ટના આદેશનો અનાદર કરવાનો આક્ષેપ લાગી શકે તેથી થોડી રાહત આપવામાં આવે. જોકે, આ દલીલ ફગાવી દેતા એવું કંઈ પણ થાય તો તમે અમને રજૂઆત કરી શકો છો તેવું જણાવ્યું હતું. કોર્ટે વળતર ચૂકવવા ત્રણ અઠવાડિયાનો સમય માન્ય રાખ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details