2007માં અમદાવાદની અસારવા વિધાનસભા બેઠકની ચૂંટણી દરમિયાન પ્રદીપસિંહે એક પત્રિકા છપાવી હતી. જે અંગે તે સમયે તત્કાલીન શહેર કોંગ્રેસ પ્રમુખ પંકજ શાહે ક્લેકટર સમક્ષ ફરિયાદ નોંધાવી આક્ષેપ કર્યો હતો કે, પ્રદીપસિંહે ચૂંટણીમાં પત્રિકા છપાવી આચારસંહિતાનો ભંગ કર્યો છે.
પ્રદીપસિંહ જાડેજા સામે ફરિયાદ દાખલ કરવા કોર્ટનો આદેશ, 2007નો છે કેસ - પ્રદીપસિંહ જાડેજા વિરૂદ્ધ ફરિયાદ
અમદાવાદઃ ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે આદેશ આપ્યો છે. પ્રદીપસિંહ જાડેજાએ 2007ની ચૂંટણી દરમિયાન આચારસંહિતાભંગ કર્યો હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, તે સંદર્ભે લગભગ 12 વર્ષ પછી કોર્ટનું આ ફરમાન આવ્યું છે.
પ્રદીપસિંહ જાડેજા સામે ફરિયાદ દાખલ કરવા કોર્ટનો આદેશ
ફરિયાદમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, મતદારોને આકર્ષવા માટે પ્રદીપસિંહે 2007માં નવરાત્રિમાં કેટલીક વસ્તુ વહેંચી હતી. જેની જે તે સમયે ચૂંટણી પંચમાં પણ ફરિયાદ કરવામાં આવી હતી. આ સંદર્ભમાં 30 ડિસેમ્બર 2019એ થયેલી સુનાવણીમાં ફરિયાદ દાખલ કરવા કોર્ટે આદેશ કર્યો હતો. કોર્ટે પોતાના આદેશમાં હાલના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધવા જણાવ્યું છે. આ સાથે ગુજરાતના રાજકીય વર્તુળોમાં ગરમાટો આવી ગયો છે.