અમદાવાદઃ મેટ્રો કોર્ટમાં CRPCની કલમ 202 હેઠળ તપાસ કરાવવા અંગે કોર્ટમાં ફરીયાદ થઈ હતી. GMDC ગ્રાઉન્ડમાં જે પોલીસ પર આક્રમણ કરવામાં આવ્યો હતો, તેની તપાસ થવી જોઈએ. મેટ્રો કોર્ટે અરજી ફગાવતા રાજ્યના પોલીસ વડા અને અન્ય આઈપીએસ ઓફિસરને રાહત આપી છે.
પાટીદાર આંદોલન: પોલીસ દમન મુદ્દે DGP સામે તપાસ કરવાની અરજી કોર્ટે ફગાવી - મેટ્રો કોર્ટ
વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન સમયે સામાન્ય પ્રજા પર પોલીસ દ્વારા દમન ગુજારવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે DGP શિવાનંદ ઝા અને SPGના રાજીવ ભગત સામે કાર્યવાહીની માગ કરતી અરજી શુક્રવારે અમદાવાદ મેટ્રોપોલિટિયન કોર્ટે ફગાવી દીધી હોવાની વિગતો સામે આવી છે.
પોલીસ દમન મુદ્દે DGP સામે તપાસ કરવાની અરજી કોર્ટે ફગાવી
વર્ષ 2015માં GMDC ખાતે પાટીદાર અનામત આંદોલન સમયે જે હિંસા થઈ હતી અને તેના પર કાબુ મેળવવા માટે પોલીસ દ્વારા બળનો ઉપયોગ કરાયો હતો. એટલું જ નહીં પોલીસે સોસાયટીમાં જઈને લોકો પર દમન કર્યો હોવાના આક્ષેપ સાથે રિટ દાખલ કરવામાં આવી હતી.