ગુજરાત

gujarat

ETV Bharat / city

કોર્ટે વિશાલ ગોસ્વામી ગેંગના સાગરીતના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા - Remand approved

રાજ્યમાં ગુજસીટોક હેઠળ નોંધાયેલા પહેલા ગુના હેઠળ ધરપકડ કરાયેલા વધું એક આરોપીને ગુરુવારે રજૂ કરાતા અમદાવાદ સેશન્સ કોર્ટે આરોપી આલોક વર્માના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાની વિગતો સામે આવી છે.

City Civil Court
સિટી સિવિલ કોર્ટ

By

Published : Jan 23, 2020, 10:54 PM IST

અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા આરોપી આલોક વર્માના 15 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. જોકે કોર્ટે 27મી જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. અગાઉ સેશન્સ કોર્ટે વિશાલ ગોસ્વામી, રિન્કુ ગોસ્વામી અને અજય ગોસ્વામીના 27મી જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

કોર્ટે વિશાલ ગોસ્વામી ગેંગના સાગરીતના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સેશન્સ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપીઓ વિરુદ્ધ ગંભીર પ્રકારના ગુના દાખલ છે અને જેલમાં હોવા છતાં તેમની પાસે મોબાઈલ કઈ રીતે આવ્યા અને જામીન પર બહાર તેમના સાગરીતો થકી વેપારીઓ પાસેથી કઈ રીતે ખંડણી માંગવાનો રેકેટ ચાલતું હતું તે બાબતે તપાસ કરવા માટે 30 દિવસના રિમાન્ડની માગ કરાઈ હતી. જોકે વિશાલ ગોસ્વામી સહિત અન્ય આરોપીઓના વકીલે દલીલ કરી હતી કે, તેમનું એન્કાઉન્ટર કરી દેવામાં આવશે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા વિશાલ ગોસ્વામી ગેંગના આરોપી સુરજ ગોસ્વામી, અનુરાગ ગોસ્વામી, જયપુરી ગોસ્વામી અને બીજેન્દ્ર ગોસ્વામી વિરૂધ કુલ 30 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જોકે કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તમામ આરોપીઓના 24મી જાન્યુઆરી સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. વિશાલ ગોસ્વામી ગેંગના કુલ 51 જેટલા આરોપીઓ સંડોવાયેલા છે ત્યારે જે ચાર આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેઓ સાબરમતી જેલમાં ગેરકાયદેસર રીતે ફોન મેળવી વેપારીઓ પાસેથી ખંડણી માગતા હતા. એટલું જ નહીં કોર્ટમાં કેસ ચાલતો હોય ત્યારે સાક્ષીઓને ડરાવવા-ધમકાવવાનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે. 1લી ડિસેમ્બર 2019થી ગુનાખોરીને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા કાયદો અમલી કરાયો હતો.

આ ગેંગના ઝડપાયેલા આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયાર મળી આવ્યા છે. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે, રાજ્યની સુરક્ષામાં વધારો થાય અને પોલીસને પુરતું બળ મળી રહે તેના માટે વિધાનસભામાં આ બિલ પસાર કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details