- અમદાવાદના નિવૃત્ત ASI દ્વારા આત્મહત્યાની ધમકીનો મામલો
- પુત્રવધૂએ 13 માર્ચના રોજ સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી હતી
- પારિવારિક ઝઘડામાં ક્રિકેટર ઈરફાન પઠાણનું નામ ઉછળ્યું
અમદાવાદઃશહેરના જુહાપુરા વિસ્તારમાં રહેતા વૃદ્ધ દંપતીએ આત્મહત્યાની ધમકી આપતો વીડિયો બનાવ્યો છે. હાલમાં વાઈરલ થયેલા આ વીડિયોમાં વૃદ્ધ દંપતીએ પુત્રવધૂના ક્રિકેટર ઇરફાન ખાન પઠાણ સાથે કથિત સંબંધ હોવાનો આક્ષેપ કર્યો છે અને તેના લીધે તેમને પરેશાન કરવામાં આવી રહ્યા છે. આ કારણે વૃદ્ધ દંપતી આત્મહત્યા કરવા માગે છે.
અમદાવાદના નિવૃત્ત ASI દ્વારા આત્મહત્યાની ધમકીનો મામલો આ પણ વાંચોઃ 'અલ્લાહ સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શક્લ ન દિખાયે', આત્મહત્યા કરતા પહેલા યુવતીના શબ્દો
પુત્રવધૂએ દહેજનો કેસ નોંધાવ્યો
જો કે, આ સમગ્ર ઘટના મામલે પોલીસે જણાવ્યું હતુ કે, જે મહિલા પર આક્ષેપ છે તે ક્રિકેટર ઈરફાન ખાન પઠાણની સ્વજન છે. તેમજ અગાઉથી જ પરીવારમાં ઝઘડો ચાલે છે. આ મહિલાએ તેના સાસરિયા પર દહેજનો કેસ કરેલો છે. આમ છતાં પોલીસે વીડિયો બાબતે તપાસના આદેશ આપ્યા છે અને પોલીસે વીડિયો બનાવનાર વૃદ્ધ દંપતી અને તેમના પુત્રની ધરપકડ કરી છે. પુત્રવધૂએ દહેજ ઉત્પીડનનો IPCની કલમ 498 હેઠળનો કેસ કર્યો છે.
ઇબ્રાહિમ મિયા નિવૃત્ત ASI છે
ઇબ્રાહિમ મિયા પોતે ગુજરાત પોલીસમાંથી નિવૃત્ત થયેલા છે. જ્યારે તેમની તવક્કલ હોટલ જુહાપુરા રોડ પર આવેલી છે. તેમના દીકરાના લગ્ન ક્રિકેટર ઇરફાન પઠાણની પરિચીત યુવતી સાથે થયા હતા. હવે આ જ પરિચય સામે ગંભીર આક્ષેપો કરતો ઈબ્રાહિમ મિયા અને તેમના પત્નીએ વીડિયો બનાવ્યો હતો. નિવૃત્ત ASIની પુત્રવધૂએ વેજલપુર પોલીસમાં સાસુ-સસારા સામે ફરિયાદ નોંધાવી છે. જેને લઇ વેજલપુરે બન્નેની અટકાયત કરી અને જામીન પર મુક્ત કર્યા છે. સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે.
અમદાવાદના વૃદ્ધ દંપતીએ ક્રિકેટર ઈરફાન પઠાણનું નામ લઈ ઉચ્ચારી આત્મહત્યાની ચીમકી આ પણ વાંચોઃ આઇશા આત્મહત્યા કેસ : જાણો શું કહે છે યુવતીનો પરિવાર...?
સમગ્ર મામલે પોલીસનું શું કહેવું છે ?
વેજલપુર પોલીસ સ્ટેશનના PI એલ. ડી. ઓડેદરાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, 13 માર્ચના રોજ એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદી ઇરફાન ખાન પઠાણની મામાની દીકરી બહેન થાય છે. ફરિયાદીએ તેના પતિ, સાસુ અને સસરા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વીડિયો બનાવનાર ઈબ્રાહિમ મિયાએ પોલીસમાં બે અરજી આપી હતી. જેમાં એક અરજી તેમની પુત્રવધુ દ્વારા ઘરેણાની ચોરી કરવા અંગે તેમજ અન્ય અરજી ફોન કોલ મારફતે ઈબ્રાહિમ મિયાને કોઇએ ધમકી આપી હોવા અંગેની હતી. જોકે, કથિત આડાસંબધોના આક્ષેપ અંગે તેમણે હજૂ સુધી કોઇ આધાર પૂરાવા રજૂ કર્યા નથી. હાલ તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે, જે કારણે તેઓ આત્મહત્યા જેવું પગલું ન ભરે.